પેટ્રોલ પંપના કર્મચારીઓને ઉંઘ મોંઘી પડી
ઓફિસમાં નિંદર માણતા કર્મચારીઓના ખિસ્સા કાપી આખા દિવસનો વકરો લઈ રફુચક્કર
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલા એમ.એ પેટ્રોલ પંપમાં ગત મોડી રાત્રે અજાણ્યા ઈસમ બાઈક લઈ આવીને પેટ્રોલ પંપની ઓફિસમાં નિંદર માણતા કર્મચારીઓના ખિસ્સા કાપી આખા દિવસનો વકરો લઈ રફુચક્કર થઈ જવા પામ્યો હતો.જાેકે સમગ્ર ધટના સીસીટીવી માં કેદ થતા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરમાં શહેરના સ્ટેશન વિસ્તારમાં મુખ્ય માર્ગો પર દુકાનોના શટલો તોડી ચોરીઓને અંજામ આપવાના બનાવો અવારનવાર બનતા રહેતા હોય છે. ત્યારે ગત રાત્રિએ પેટ્રોલ પંપના કર્મચારીઓને રાત્રિ દરમ્યાન ઉંઘવું ભારે પડ્યું છે.
રાત્રી ના ૧ થી ૨ વાગ્યાના સમય ગાળા દરમ્યાન એક બાઈક ચાલક ઈસમ પેટ્રોલ પંપ પર આવી બાઈક પાર્ક કરી ઓફિસની અંદર મીઠી નીંદર માણતા કર્મચારી અરવિંદ ઉદયસિંહ પાટણવાડીયા અને પ્રવીણ વસાવાના ખિસ્સા કાપી પેટ્રોલ પંપ પર થયેલા વકરાના ૫૦ હજાર રૂપિયા ચોરીને કરી ફરાર થઈ ગયો હતો.
જાેકે આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપની ઓફિસમાં અને બહાર લગાડેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. હાલ તો પેટ્રોલ પંપના માલિક અને કર્મચારીએ અજાણ્યા ઈસમ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવીના ફૂટેજ મેળવી આગળ ની તપાસ હાથધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાત્રિ દરમ્યાન પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે.