PF ખાતાધારકો વ્હોટસએપ પર પણ ફરિયાદ કરી શકશે
અમદાવાદ, પ્રોવિડંડ ફંડને લગતી કોઈ પણ સમસ્યાના નિકાલ માટે પ્રોવીડંન્ડ ફંડ વિભાગ દ્વારા વ્હોટસેપ નંબર બહાર પાડવામાં આવ્યો છે. પીએફ ઓફીસમાં આવ્યા વગર જ કોઈ પણ પીએફ ખાતેદાર વ્હોટસએપ નંબર ૭૩૮૩૧૪૬૯૩૪ અને ૭૩૮૩૧૪૬૯૩પ પર પોતાની ફરીયાદ મોકલી શકે છે. આ ફરીયાદનો નિકાલ કરી પીએફ વિભાગ ખાતા ધારકને વ્હોટસએપથી જાણ કરશે.
આ અંગે માહિતી આપતા પ્રાદેશીક પીએફકમીશનર-ર અભિષેક રંજને જણાવ્યું કે, કોઈ પણ કર્મચારી પીએફ ઉપાડ, પેન્શન ફંડનો લાભ લેવા માટે ઓનલાઈન લોગીન કરી કલેઈમનું ફોર્મ સબમીટ કરી શકે છે. જા કે તેના માટે સંસ્થા દ્વારા કર્મચારીના પીએફ ખાતામાં કેવાયસી પૂર્ણ કરેલું હોવું જરૂરી છે. કોઈ કર્મચારીએ એક દિવસ પણ કામ કર્યું હોય અને તેનું આકસ્મીક મૃત્યુ થાય તો તેના પરીવારને પેન્શનનો લાભ મેળવી શકે છે. અને ૬ લાખ સુધીના વીમાનો લાભ મળે છે.