PFC કોવિડ-19ના દર્દીઓની સારવારમાં જોડાયેલા ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફને ભોજન પૂરું પાડશે

કોવિડ-19 મહામારી સામેની લડાઇમાં યોગદાન આપવા માટે વધુ એક પગલાંરૂપે, ઉર્જા મંત્રાલય અંતર્ગત કેન્દ્રીય PSU અને ભારતની અગ્રણી NBFC ગણાતી પાવર ફાઇનાન્સ કોર્પોરેશને (PFC) અગ્ર હરોળમાં રહીને લડત આપી રહેલા કોવિડ યોદ્ધાઓને સ્વચ્છ અને પોષણયુક્ત ભોજન પૂરું પાડવા માટે એશિયાની સૌથી મોટી ફુડ કંપની TajSats સાથે જોડાણ કર્યું છે. આ કામગીરીના ભાગરૂપે, PFC નવી દિલ્હીમાં ડૉ. રામ મનોહર લોહિયા હોસ્પિટલ ખાતે કોવિડ-19 દર્દીઓની સારવારમાં સેવા આપી રહેલા ડૉક્ટરો અને અન્ય મેડિકલ સ્ટાફ માટે લંચબોક્સમાં પેક કરેલું તૈયાર ભોજન પૂરું પાડશે.