PFC વિજિલન્સ અવેરનેસ વીક 2020ની ઉજવણી કરશે
નવી દિલ્હી, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ (પીએફસી) 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર, 2020 સુધી “વિજિલન્સ અવેરનેસ વીક-2020”ની ઉજવણી કરશે. પીએફસીના સીએમડી શ્રી રવિન્દર સિંઘ ધિલ્લોનની સાથે શ્રી પી કે સિંહ, ડાયરેક્ટર (કમર્શિયલ) એન્ડ એડિશન ચાર્જ ઓફ ડાયરેક્ટર (પ્રોજેક્ટ્સ) અને શ્રીમતી પરમિન્દર ચોપરા, ડાયરેક્ટર (ફાઇનાન્સ)એ ‘વિજિલન્સ અવેરનેસ વીક-2020’ની શરૂઆત સ્વરૂપે કોર્પોરેશનના તમામ કર્મચારીઓને “સત્યનિષ્ઠા પ્રતિજ્ઞા” (ઇન્ટિગ્રિટી પ્લેજ) લેવડાવી હતી.
પીએફસીનાં વિજિલન્સ એકમની થીમ “સતર્ક ભારત, સમૃદ્ધ ભારત” થીમ પર વિવિધ પ્રસંગો/વર્કશોપ તથા સ્પર્ધાનું આયોજન કર્યું છે, જેનો ઉદ્દેશ તમામ કર્મચારીઓ વચ્ચે જાગૃતિ લાવવાનો છે.