Western Times News

Gujarati News

પીએફસીએ બાકી નીકળતી રકમની સમયસર ચુકવણી માટે ડિસ્કોમ્સને ફંડની સુવિધા ઓફર કરી

નવી દિલ્હી,  સરકારી માલિકીની ભારતની અગ્રણી એનબીએફસી પાવર ફાઇનાન્સ કોર્પોરેશન (પીએફસી)એ વીજ વિતરણ કંપનીઓ (ડિસ્કોમ)ને વીજ ઉત્પાદક કંપનીઓ (જેન્કોસ)ને બાકી નીકળતી ચુકવણી માટે ફંડનો લાભ લેવા માટે એક સુવિધા પ્રસ્તુત કરી છે.

આ પગલાથી ડિસ્કોમને લેટ પેમેન્ટ ચાર્જને ટાળવામાં મદદ મળશે તેમજ તેમને સમયસર ચુકવણી માટે રિબેટ પણ મળશે.
આ નવી પ્રસ્તુત થયેલી સુવિધા ડિસ્કોમ પર બાકી નીકળતી ચુકવણીના બોજની સમસ્યાનું સમાધાન કરશે.
પ્રાપ્તિ (ઉત્પાદકોના ઇનવોઇસિંગમાં પારદર્શકતા લાવવા વીજ ખરીદીમાં ચુકવણીની પુષ્ટિ અને વિશ્લેષણ) પોર્ટલ મુજબ, ઓગસ્ટમાં ડિસ્કોમ કંપનીઓને વીજ ઉત્પાદક કંપનીઓને રૂ. 1.32 લાખ કરોડની ચુકવણી બાકી હતી, જે ગયા વર્ષના સમાન મહિનામાં આશરે રૂ. 97,000 કરોડ હતી.

એક અધિકારીના જણાવ્યા મુજબ, જેન્કોસ/ટ્રાન્સકોસ/ટ્રેડિંગ કંપનીઓને બાકી નીકળતી રકમની વહેલાસર ચુકવણી સુનિશ્ચિત કરવા માટે ડિસ્કોમ્સ/જેન્કોસને રિવોલ્વિંગ બિલ પેમેન્ટ ફેસિલિટી (આરબીપીએફ) ઓફર કરવા માટેની પોલિસી અંતર્ગત ડિસ્કોમ્સને પીએફસી દ્વારા ધિરાણની સુવિધા ઉપલબ્ધ થશે.  આ વીજ ક્ષેત્ર પર, ખાસ કરીને રોકડની તંગી અનુભવી ડિસ્કોમ્સ પર તણાવને ઘટાડવા હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલો પૈકીની એક છે.

સીઇઆરસીના નિયમો મુજબ, જેન્કો/ટ્રાન્સકો દ્વારા ઇનવોઇસ રેઇઝ કર્યાના 5 દિવસ સુધી વીજ ખરીદીની બાકી નીકળતી રકમની ચુકવણી પર 1.5 ટકા રિબેટ આપવામાં આવે છે અને ત્યારબાદ 6થી 30 દિવસ સુધી ચુકવણી માટે 1 ટકા રિબેટ આપવામાં આવે છે. ઉપરાંત જો ચુકવણીમાં 45 દિવસથી વધારેનો વિલંબ થાય, તો દર મહિને 1.5 ટકાના દરે એલપીએસસી (લેટ પેમેન્ટ સરચાર્જ) લગાવવામાં આવે છે.

પીએફસીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે એની 34મી સાધારણ વાર્ષિક સભામાં નીતિને મંજૂરી આપી છે. મે, 2020માં સરકારે ડિસ્કોમ્સ માટે રૂ. 90,000 કરોડની લિક્વિડિટી ઉમેરવાની જાહેરાત કરી હતી, જે અંતર્ગત આ યુટિલિટી કંપનીઓને પીએફસી અને આરઇસી પાસેથી વાજબી દરે લોન મળશે. આ જેન્કોસને કામગીરી જાળવી રાખવામાં મદદ કરવા સરકારની એક પહેલ હતી. પછી લિક્વિડિટી ઉમેરવાનું પેકેજ વધારીને રૂ. 1.2 લાખ કરોડ કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.