PFI સામે EDની મોટી કાર્યવાહી, 8 રાજ્યોમાં 26 સ્થળોએ દરોડા
નવી દિલ્હી, મુસ્લિમ સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સામે કેન્દ્ર સરકારના એન્ફોર્સમેન્ટ ડિરેકટરેટ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે દિલ્હી અને યુપીમાં સીએએ કાયદાના વિરોધમાં થયેલી હિંસા અને એ પછી દિલ્હીમાં ફાટી નીકળેલા કોમી તોફાનાના સંદર્ભમાં કાર્યવાહી હાથ ધરાઈ છે.આ હિંસામાં પીએફઆઈનો હાથ હોવાનો આરોપ મુકાયો છે.
પીએફઆઈના અધ્યક્ષ અબ્દુલ સલામ અને રાષ્ટ્રિય સચિવ નસરુદ્દીન એલારામના ઘર પર ઈડીની ટીમો પહોંચી છે.જાણવા મળતી વિગતો પ્રમાણે કેરાલામાં કોચ્ચિ અને મલ્લાપુરમ તથા ત્રિવેન્દ્રમાં પીએફઆઈના સભ્યોની સાથે જોડાયેલા સ્થળોએ દરોડા પાડી રહી છે.
આ સિવાય તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, દિલ્હી, બિહાર , મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં કુલ 26 સ્થળોએ ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.સૂત્રોનુ કહેવુ છે કે આ કામગીરીમાં ઘણા પૂરાવા મળી આવ્યા છે.કેન્દ્ર સરકારને એવી પણ જાણકારી પહેલા મળી ચુકેલી છે કે, પીએફઆઈને વિદેશમાંથી ભારે ફંડિંગ મળ્યુ હતુ અને તેનો ઉપયોગ સીએએના કાયદા સામે હિંસા કરાવવા માટે કરાયો હતો.