પીએફઆઈના તાર ગુજરાત સાથે જોડાયા: ૧૫ લોકોની અટકાયત
અમદાવાદ, રાષ્ટ્રીય તપાસ સંસ્થા અને એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ ઇડીએ અનેક રાજયોની પોલીસની સાથે સંયુકત રીતે દેશના જુદા જુદા ભાગોમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા સાથે સંકળાયેલા લોકોને ત્યાં દરોડા પાડયા હતા.જેમા દેશના ૧૫ રાજયોમાં ૯૩ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.
આ કેસના તાર હવે ગુજરાત સુધી અડ્યાં છે. ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ, સુરત, નવસારી અને બનાસકાંઠામાંથી કુલ ૧૫ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ, સુરત અને બનાસકાંઠામાં આ કેસની તપાસ કરવામાં આવી હતી. જેમાં ૧૫ જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે.
ગુજરાતમાં પીએફઆઈ સક્રિય નથી પરંતુ તેમની રાજનૈતિક પાર્ટી એસડીપીઆઈ છે. જે ૧૫ લોકોને દબોચી લેવામાં આવ્યા છે તેમના તાર વિદોશોમાં બેઠા કેટલાક લોકો સાથે હોવાનું સામે આવ્યુ છે.
હાલ ગુજરાત એટીએસ આ લોકો સાથે પૂછપરછ કરીને વધુ તપાસ કરી રહી છે. માહિતી પ્રમાણે, ગુજરાતમાં જે દરોડા પાડ્યા તેમાં એનઆઈએ દ્વારા કોઇ કાર્યવાહી કરવામા નથી આવી. પરંતુ એટીએસ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા છે. પીએફઆઈની પોલિટિકલ પાર્ટી એસડીપીઆઈ છે તેના સભ્યો છે. જેમનું પીએફઆઈ તરફ તેમનું નરમ વલણ રહ્યુ છે.
આ કેસમાં કેટલાક અમદાવાદ, સુરત, નવસારી અને બનાસકાંઠામાં મોડી રાતે દરોડા પાડીને તેમની અટકાયત કરી હતી. કેરળમાં પીએફઆઈની જે પરેડ હતી તેમાં આ લોકો હાજર રહ્યા હતા. આમાથી કેટલાક લોકોના તાર વિદેશમાં બેઠેલા લોકો સાથે જાેડાયેલા છે. આ લોકોની હાલ અટકાયત કરવામાં આવી છે જેમની પૂછપરછ કરવામાં આવશે.
આ અંગે શરૂઆતમાં પ્રાથમિક માહિતી સામે આવી હતી, જેમા જાણવા મળ્યું છે કે, સમગ્ર દેશમાં PFI સંસ્થા સાથે જાેડાયેલા સદસ્યો સહિત સંસ્થાઓ સામે કેન્દ્રીય તપાસ એજન્સી NIA અને EDએ વધુ એક જાેઇન્ટ ઓપરેશન પાર પાડ્યું છે.
આઠ રાજ્યોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત, આસામ, કર્ણાટક, દિલ્હી અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.
EDના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આજે સર્ચ ઓપરેશનમાં કેન્દ્રીય જાસૂસ એજન્સી IB અને રાજ્ય પોલીસની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. નોંધનીય છે કે, દેશમાં પહેલી તપાસ દરમિયાન આપત્તિજનક દસ્તાવેજાે, રોકડ રકમ, હથિયારો અને મોટી સંખ્યામાં ડિજીટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતા.
એનઆઇએ એ આ અંગે કેરળ, તમીલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને તેલંગણાના એકસોથી વધુ લોકોની ધરપકડ કરી છે. આ લોકો પર આતંકવાદ માટે ભંડોળ પુરુ પાડવા માટે હથિયારો ચલાવવાની તાલીમ આપવા માટે અને અને લોકોને ઉપસાવવાનો આરોપ છે.SS1MS