Western Times News

Gujarati News

ફાઈઝરના આસ્થા પ્રોજેક્ટથી દર વર્ષે લગભગ 20,000થી વધુ કેન્સરના દર્દીને લાભ થશે

·         કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપ પરમારએ કેન્સરના દર્દીઓની નિદાન, સારવાર અને પુનઃવર્સન માટેની મદદ માટે હેલ્પડેસ્કનું ઉદ્દઘાટન કર્યું છે

ફાઈઝરે આસ્થા કેન્સર-કેર સર્વિસ પ્રોજેક્ટ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટમાં શરૂ કર્યો

અમદાવાદ, ફાઈઝર લિમિટેડ ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (જીસીઆરઆઇ) ખાતે, 26મી માર્ચ, 2022ના રોજ રજૂ કરે છે, પ્રોજેક્ટ આસ્થા હેલ્પડેસ્ક. આ હેલ્પડેસ્કનું ઉદ્દઘાટન સોશિયલ જસ્ટિસ અને એમ્પાવરમેન્ટના કેબિનેટ મિનિસ્ટર, શ્રી પ્રદીપ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. Pfizer launches Project Aastha Cancer-Care Services and Helpdesk at The Gujarat Cancer & Research Institute Ahmedabad Gujarat

પ્રોજેક્ટ આસ્થાએ ફાઈઝર અને ડોક્ટર દ્વારા તમારા માટે શરૂ કરવામાં આવેલો પ્રોજેક્ટ છે, જે ભારતના 8 રાજ્યોની 10 કેન્સર હોસ્પિટલમાં કેન્સર-કેર સપોર્ટ સર્વિસ આપવા માટે સ્થાપવામાં આવ્યું છે.

જીસીઆરઆઇએ દેશની 7મી હોસ્પિટલ છે, જેમાં આ સેવા પ્રાપ્ય મળશે. આ પ્રાંતની આ સૌથી મોટી કેન્સર હોસ્પિટલ છે, જે રાજ્યના છેવાડાના ગ્રામ્ય વિસ્તારથી લઇને ગરીબ દર્દીઓને સારવાર પૂરી પાડે છે. હોસ્પિટલએ દરેક દર્દીઓને મુફ્તમાં કેન્સરની સારવાર પૂરી પાડે છે.

આ રજૂઆત અંગે જણાવાત, કેબિનેટ મિનિસ્ટર શ્રી પ્રદીપ પરમાર કહે છે, “છેલ્લા કેટલાક વર્ષોથી જીસીઆરઆઇએ કેન્સરના દર્દીઓને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. જીસીઆરઆઇ ખાતે આસ્થા પ્રોજેક્ટની રજૂઆતએ દર્દીની નિદાન અને તેમની સારવારની સાથોસાથ સારવાર બાદ પુનઃવર્સનમાં સહકાર આપશે. જે સહયોગી અમદાવાદ ખાતે આસ્થા પ્રોજેક્ટ્સને લાવ્યું છે, તેમને અમે અભિનંદન આપીએ છે અને સમગ્ર ગુજરાતના દર્દીઓને સહકાર પૂરી પાડવા માટે અમે ઉત્સાહિત છીએ.”

પ્રોજેક્ટ આસ્થાનો હેતુ, સારવાર દરમિયાન કેન્સરની કાળજીમાં સુધારો લાવવાનો છે, જેમાં તેઓ દર્દીને વિવિધ સરકારી યોજનાની સાથે જોડશે, તેઓ માર્ગદર્શન પુરું પાડશે, દર્દી માટે ટ્રસ્ટ, સામાજિક સંસ્થા કે વ્યક્તિગત દાતાઓ પાસેથી નાણાકીય સપોર્ટ મેળવવા માટે લિંક આપશે અને કેન્સર હોસ્પિટલ ખાતે એક હેલ્પડેસ્ક ઉભું કરશે.

પ્રોગ્રામ વિશે વાત કરતાં, શ્રી એસ શ્રીઘર, મેનેજીંગ ડિરેક્ટર, ફાઈઝર લીમીટેડ જણાવે છે કે,  “દર્દીઓ અને તેમના પરિવાર માટે કેન્સરના સ્થળ ખુબ જ ભારભર્યા હોય છે, અને દરેક દર્દીઓની કેન્સરની સફર અલગ હોય છે. અમે કંઈક અલગ જે દર્દીના જીવનને બદલે એવું કંઈક લાવવા માટે પ્રતિબદ્ધ છીએ

અને અમે જાણીયે છે કે કંઈક અલગ એટલે દવાઓથી કંઈક અલગ હોવું જોઈએ. ધ આસ્થા હેલ્પડેસ્ક્સ કેન્સરના દર્દીઓને અને તેમના પરિવારને ઘણી રીતે મદદ કરશે, જેમાં સારવાર માટે ઉપલબ્ધ ભંડોળ, પરિવાર માટે રહેવા માટે એક્સેસ, કાઉન્સીલીંગ સપોર્ટ,  અને હોસ્પીટલમાં બીજી બધી જરૂરીયાતોનો સમાવેશ થાય છે. પ્રોજેક્ટ આસ્થાને બીજી 6 હોસ્પીટલમાં લાગુ કરવામાં આવી ચુકી છે અને અમે તેના થકી થતો બદલાવ પણ જોયો છે જે તેને તે શહેરના દર્દીઓમાં લાવ્યા છે. અમને વિશ્વાસ છે કે અમે તેવો જ બદલાવ અહિંયા પણ જોવા મળશે”.

હેલ્પડેસ્કની સ્થાપના હોસ્પિટલના રજીસ્ટ્રેશન વિસ્તારમાં કરવામાં આવશે, જે દર્દીને રજીસ્ટ્રેશન, ટ્રાવેલ બૂકિંગ ઇન્ફોર્મેશન અને સહકારની સાથે, સ્થાનિક રહેવા માટે માર્ગદર્શન તથા જોડાણ આપશે, કેમોથેરાપી દરમિયાન તથા ત્યારબાદ ડાયેટરી સલાહ આપશે તથા ભાવનાત્મક અને માનસિક આરોગ્ય કાઉન્સિલિંગ દરમિયાન હેલ્પલાઈન પર કે

પછી અંગત રીતે આંતરિક કે ઇન્ટ્રોહોસ્પિટલ શિફ્ટિંગ અને વ્હીલચેર મેનેજમેન્ટ, કેન્સર દર્દીના રેફરલમાં મદદ કરશે તથા બીન- કેન્સર સંબંધિત મેડિકલ ઇસ્યુના અન્ય ક્ષેત્રના નિષ્ણાંતોને રેફરલ કરવા તથા નોંધાયેલા દર્દીઓની સાથે રજીસ્ટર્ડ દર્દીઓને ફોલો-અપ્સ કરવામાં મદદ કરશે.

ડો. પ્રિતિ આર સંઘવી, ડેપ્યુટી ડિરેક્ટર ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ જણાવે છે કે, “મને ખાતરી છે કે પ્રોજેક્ટ આસ્થાના કેન્સર-કેર સર્વિસીસ અને હેલ્પડેસ્ક દર્દીઓ અને તેમના પરિવાર માટે ફાયદારૂપ સાબિત થશે. પ્રોજેક્ટ આસ્થાએ દર્દીઓના જીવનમાં સુધાર લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

દર્દીઓને તેમની સંપુર્ણ સારવાર દરમ્યાન ફોર્મ ભરવામાં, રજીસ્ટ્રેશનમાં, ડોક્ટર કન્સ્લટેશમાં, સરકારી યોજનાઓ થકી આર્થિક મદદ જેવી મદદની સાથોસાથ કાઉન્સીલીંગ સહાય પણ મળશે. હું પ્રોજેક્ટ આસ્થા ટીમને અભિનંદન પાઠવું છું અને આશા રાખું છું કે જીસીઆરઆઈ અને પ્રોજેક્ટ આસ્થા સાથે મળીને કેન્સરનો સામનો કરશે અને જરૂરીયાતમંદ દર્દીઓને મદદ કરશે.”

પ્રોગ્રામ વિશે વાત કરતાં, શ્રી સાંદીપન ગનાપેથી, ડિરેક્ટર, ડોક્ટર્સ ફોર યુ જણાવે છે કે, “કેન્સરના દર્દીઓ માટે, સ્ક્રિનીંગ અને ડાયગ્નોસીસ એ માત્ર લાંબી પ્રક્રિયાની એક શરૂઆત છે જેમાં તેમને જુદા જુદા સ્તરે મદદ અને સહકારની જરૂર પડે છે. આ ખરેખર એવા લોકો માટે ખાસ છે જેઓ વંચિત છે. અહિંયા પ્રોજેક્ટ આસ્થા કામમાં આવે છે. તે અમને આદિવાસી અને રાજ્યના એક્સેસના કરી શકાય તેવા વિસ્તારના દર્દીઓને સહકાર અને કેન્સર કેર સેવાઓ પુરી પાડવા માટે સક્રિય બનાવે છે.”

2021ના અંતમાં તેની શરૂઆતથી જ, પ્રોજેક્ટ આસ્થાએ 6,00,000થી વધુ દર્દીઓને દેશની 6 હોસ્પીટલમાં મદદ કરી છે – ટાટા મેમોરીયલ હોસ્પીટલ – મુંબઈ, બી. બરુહા હોસ્પીટલ – ગુવાહાટી, હોમી ભાભા હોસ્પીટલ – વારાણસી, ઈન્દિરા ગાંધી ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સીસ – પટણા, રીજનલ કેન્સર સેન્ટર (આરસીસી), પંડિત જવાહરલાલ નહેરૂ મેમોરીયલ મેડીકલ કોલેજ – રાયપુર અને ધ ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ – અમદાવાદ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.