ગુજરાતના આ બે જિલ્લાઓમાં ફાર્માસિસ્ટો દ્વારા હડતાલનું એલાન
પડતર માંગણીઓ માટે આંદોલન શરૂ ઃ આરોગ્ય સેવાઓ ખોરવાશે
મોડાસા, રાજય સરકાર દ્વારા ફાર્માસિસ્ટોની પડતર માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવતા જિલ્લા પંચાયત હસ્તકના ફાર્માસિસ્ટોએ આંદોલનનો જંગ છેડ્યો છે. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના ૮પ ફાર્માસિસ્ટો દ્વારા આ મુદ્દે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.
જયારે ઓગસ્ટથી વેક્સિનેશનની કામગીરી સંપૂર્ણ બંધ કરવાની ચીમકી આપવામાં આવી છે. ઘણાં લાંબા સમયથી માસિક ભથ્થાની માંગણી, તાલુકા કક્ષાએ મહેકમ મંજુર કરવું તેમજ ઓનલાઈન એન્ટ્રી અને ફાર્માસિસ્ટોને આપવામાં આવતી વધારાની કામગીરી સામે આંદોલન ફાર્માસિસ્ટોએ છેડ્યું છે જે ન્યાય મેળવીને ઝંપશે.
ગુજરાત સ્ટેટ પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા પડતર માંગણીઓ મુદ્દે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. રાજયમાં વેક્સિનેશનની વધારાની કામગીરી બદલ માસિક ભથ્થાની માંગણી સહિત મહેકમ મંજૂર કરવાની વ્યાજબી માંગણીનો ઉકેલ માટે ફાર્માસિસ્ટો આંદોલનના માર્ગે છે.
છેલ્લા ૩ દિવસથી ઓનલાઈન કામગીરીનો વિરોધ કરી બહિષ્કાર કરેલ છે. જાે પડતર માંગણીઓઓ ઉકેલ ટૂંક સમયમાં નહીં આવશે તો તા.૯, ઓગસ્ટથી વેક્સિનેશનની કામગીરી બંધ કરવાની ચિમકી આપી છે. વાયરલ રોગચાળા સમયે આ આંદોલનથી આરોગ્ય સેવાઓ કથશળે.