ફિલિપાઈન્સમાં ભૂતનો પડછાયો સીસીટીવીમાં કેદ થયો
મનીલા: ફિલિપાઇન્સના પેંગાસિનન શહેરથી એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે સોશિયલ મીડિયા પર ઘણો ચર્ચાસ્પદ બની રહ્યો છે. આ વીડિયોમાં જે જાેવા મળી રહ્યું છે તેને સમજવું લગભગ અશક્ય છે. એક કરિયાણાની દુકાનની બહાર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયેલો આ વીડિયો છે
જેમાં અજબ પ્રકારનો પડછાયો જાેવા મળી રહ્યો છે. આ પડછાયો રસ્તા ક્રોસ કરી રહ્યો છે અને દરેક વાહનની આરપાર નીકળી જાય છે. ધ સનના રિપોર્ટ મુજબ, આ ડરાવતો વીડિયો સામે આવ્યા બાદ શહેરના અનેક વિસ્તારમાં લોકો ઘણા ડરી ગયા છે.
વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે આ રહસ્યમયી પડછાયો એક લૉરી, બે કાર અને એક મોટરસાઇકલની આરપાર નીકળી જાય છે. એવું લાગે છે કે તેને કોઈ જાેઈ શકતું નથી. જે દુકાનદારના સીસીટીવીમાં આ વીડિયો કેદ થયો છે તેણે તેને જિન ગણાવ્યું છે જે એક પ્રકારનો શેતાન માનવામાં આવે છે. દુકાનદાર મુજબ આ ફુટેજ જૂનનો છે અને ડિલીટ કરવા દરમિયાન તેની નજર આ હિસ્સા પર પડી હતી. આ વીડિયોમાં એક માણસના પડછાયા જેવું કંઈક જાેવા મળી રહ્યું છે જે રસ્તો ક્રોસ કરી રહ્યો છે. તે વાહનોની આરપાસ નીકળી જાય છે.
Moment ghostly figure appears to walk through traffic on a busy road pic.twitter.com/D46bklOmlV
— The Sun (@TheSun) December 10, 2020
વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે ડિલીવરી બોયથી તે એકદમ નજીકથી પસાર થાય છે. આ ડિલીવરી બોયનું નામ માઇકલ ફોર્ટો છે જે આ વીડિયો જાેયા બાદથી જ ઘણો ડરેલો છે. માઇકલે જણાવ્યું કે, મને તો હજુ સુધી મારી આંખો પર વિશ્વાસ નથી થતો, મને લાગતું હતું કે તે માત્ર ટીવીમાં જ દેખાય છે. દુકાનદાર જેની રેનાલ્તો મુજબ તેમને પણ હવે આ કામ કરવાથી ડર લાગ છે. તેઓએ કહ્યું કે જ્યારે પણ હું અહીંથી પસાર થઉં છું તો લાગે છે કે કોઈ મને ઘૂરી રહ્યું છે.