ફોનપે ભારતમાં 5500 તાલુકામાં 25 મિલિયન નાના વેપારીઓને ડિજિટાઇઝ કરશે
~ કંપની દેશભરમાં 10,000 થી વધુ રોજગારી પણ ઉભી કરશે ~
ફોનપે, ભારતના સૌથી ઝડપથી વિકસતી ડિજિટલ પેમેન્ટ કંપનીએ પ્લેટફોર્મ પર આજે જાહેરાત કરી છે કે તે આગામી એક વર્ષમાં ભારત ભરના 25 કરોડથી વધુ નાના વેપારીઓ માટે ડિજિટલ ચુકવણી શરૂ કરશે. આ કંપની તેમના કરિયાણાને પણ તેના ફોનપે પરના વ્યવસાય એપ્લિકેશન પર ઑન-બોર્ડ કરશે, તેમને ચુકવણી પ્રક્રિયાના શરૂઆતથી સમાપ્તિ સુધીના નિયંત્રણને ઑફર કરશે, જેમાં ઇન્સ્ટન્ટ ચુકવણીની પુષ્ટિ, રસીદો અને સમાધાનનો પણ સમાવેશ થાય છે. તેની મર્ચન્ટ એક્વિઝિશન ટીમ દ્વારા 5,500 તાલુકા સુધી પહોંચવાની યોજના છે જે સેમી-અર્બન અને ગ્રામીણ વિસ્તારોમાં 10,000 થી વધુ રોજગારી ઉભી કરશે.
ફોનપે ના ઑફલાઇન બિઝનેસ ડેવલપમેન્ટના વાઇસ પ્રેસિડન્ટ, વિવેક લોહચેબે આ જાહેરાત પર ઘોષણા કરી કે, “નાના ગામડાઓ અને નગરોમાં કરિયાણાની દુકાન અને તેના વેપારીઓ પ્રગતિ અને સમૃધ્ધિ માટે પ્રયત્નશીલ છે.
અમે આ મુસાફરીમાં તેમની સાથે પાર્ટનરશીપ કરવા અને દરેક ગામ અને શહેરમાં ભારતની એકે એક માઇલ સુધી ડિજિટલ પેમેન્ટ શરૂ કરવા માટે ખરેખર ઉત્સાહિત છીએ. આ પણ “કરતે જા. બઢતે જા.” ની અમારી બ્રાન્ડ એન્થમ સાથે સુસંગત છે. જે ભારતની પ્રગતિમાં ફોનપે દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે, ડિજિટલ વિભાજનને પૂર્ણ કરવામાં મદદ કરે છે જ્યારે ભારતભરના વેપારી પાર્ટનરને સશક્ત બનાવે છે.”
ડિજિટલ પેમેન્ટમાં ઝડપી પ્રવેશ હોવા છતાં, ભારતભરમાં કરિયાણાના વેપારીઓ હજી પણ રોકડ(કૅશ) પર આધાર રાખે છે. કરિયાણાના માલિકો પાસે સ્માર્ટફોન, ડેટા અને નવી તકનીક અપનાવવાની આતુરતા છે, પરંતુ એવી કોઈ સેવાઓ નથી કે જે તેમની આકાંક્ષાઓ સાથે મેચ થાય.
કરિયાણાના વેપારીઓ ગ્રાહકો મેળવવા અને તેમની સાથેના ગાઢ સંબંધો બનાવવાની દિશામાં છે. બીજી તરફ ગ્રાહકો તેમના નજીકના વિશ્વસનીય પડોશી વેપારી પાસેથી ખરીદી કરવાનું ચાલુ રાખીને સલામતી અને સગવડની શોધમાં છે.
ફોનપે તેની વિવિધ ઑફર સાથે આ અંતરને દૂર કરવા માટે તૈયાર છે. ફોનપે એ તેના મર્ચન્ટ પાર્ટનર માટે ફોનપે ઍપ પર એક વ્યક્તિગત સ્ટોર પેજ રાખેલ છે જેનાથી તેઓ તેમના સ્ટોરનો સમય સૂચિબદ્ધ કરી શકે છે, તેમના પ્રોડક્ટની સૂચિ શેર કરી શકે છે અને હોમ ડિલિવરી વિકલ્પોને પણ પ્રોત્સાહન આપે છે, જેનાથી વધુ વ્યાપક ગ્રાહકો સુધી પહોંચી શકાય છે. ગ્રાહકોને તેમની નજીકમાં સ્થાનિક સ્ટોર્સ શોધવાની અને તેમના ઓર્ડર આપવા માટે કૉલ અથવા ચૅટ સુવિધાનો ઉપયોગ કરીને વેપારીઓ સાથે કનેક્ટ થવાની સુવિધા છે, અને ફોનપે ઍપ પર સ્ટોર્સ ટૅબ દ્વારા દૂરથી ચુકવણી પણ કરી શકાય છે. ફોનપે સેમી-અર્બન અને ગ્રામીણ વિસ્તારોના વેપારીઓને ડિજિટાઇઝ કરવામાં અને તેમના વ્યવસાયમાં વૃદ્ધિ લાવવામાં સહાય કરવા માટે આ ઑફર લાવી રહ્યું છે.