સગાઈના ફોટોશુટની ના પાડતાં ફોટોગ્રાફર અને તેના મિત્ર પર હુમલો

AI Image
આરોપીની સગાઈના ફોટોશુટનો ઓર્ડર કરવાની ના પાડતાં ૪ શખ્સો સ્ટુડીયો પર આવીને ફોટોગ્રાફર અને તેમના મિત્રને મારકુટ કરી
જામનગર, જામનગર શહેરમાં ફોટોગ્રાફરે આરોપીની સગાઈના ફોટોશુટનો ઓર્ડર કરવાની ના પાડતાં ૪ શખ્સો સ્ટુડીયો પર આવીને ફોટોગ્રાફર અને તેમના મિત્રને મારકુટ કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને નાશી છુટ્યા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
જામનગર શહેરના પટેલ કોલોની ગોકુલ ટેનામેન્ટની આગળ રહેતા ફેનીલભાઈ રાજેશભાઈ સૌમૈયા (ઉ.વ.૨૩) નામના યુવાન ફોટોગ્રાફી કરતા હોય અને તેનો ખોડીયાર કોલોનીમાં તસ્વીર નામનો સ્ટુડીયો આવેલો છે. ત્યારે એકાદ મહિના પહેલા આરોપીને ફોન કરતા કામમાં હોવાથી વાત થઈ ન હતી. જેથી ગત તા.૧૭/૨/૨૦૨૫ના રોજ આરોપીએ ફોન કરીને કહેલ કે, તારે સગાઈનું ફોટોશુટ ન કરવું હોય તો ના પાડી દેવાયને તેમ કહીને ફોટોગ્રાફર અને તેની બહેન સાથે ગેરવ્યવહાર કરીને અપશબ્દો બોલવા લાગ્યો હતો.
જે બાદ ગત તા.૧૮/૩ના રોજ શખ્સે ફોન કરીને ફોટોશુટ કરવાની વાત કરી મળવાનું કહેતા યુવાને સ્ટુડીયોએ બોલાવ્યા હતાં. આરોપી સાવન, આશીષ, કાંધલ અને હરસુર નામના ૪ શખસો આવ્યા હતા અને યુવાનના મિત્ર કૃષ્ણરાજસિંહને ધક્કો મારતાં થયેલી બોલાચાલીમાં ચારેય શખસોએ ઉશ્કેરાઈ જઈને હુમલો કર્યો હતો. જેથી મામલો સીટી સી ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પોલીસ ફરિયાદ નોંધાવાતાં પોલીસ ચારેય હુમલાખોરોને શોધી રહી છે.