મહિલા પોલીસ અધિકારીએ માતાની પૂણ્યતિથી દિવ્યાંગ બાળકો સાથે મનાવી
જ્યારે દિવ્યાંગ બાળકોને ખબર પડી કે તેઓ પોલીસ તરીકે સમાજ સેવા કરે છે તો તમામ બાળકોએ ભેગા મળી સેલ્યુટ માર્યુ
(પ્રતિનિધિ) ભરૂચ, સામાન્ય રીતે પોલીસ કડક અને કઠોર હોવાની છાપ ધરાવે છે.પણ પોલીસ અધિકારીઓ પમ પોતાન હ્યદયમાં લાગણીઓનો દરિયો રાખે છે.એમાંય જ્યારે પોલીસ અધિકારી મહિલા હોય તો લાગણી અને કરૂણાનું પ્રમાણ વધી જાય છે.
જેને ભરૂચના મહિલા પોલીસ અધિકારીએ દિવ્યાંગ બાળકો સાથે માતાની પૂણ્યતીથીની ઉજવણી કરી સાર્થક કર્યુ છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકમાં પોલીસ સબ ઈન્સપેકટર વૈશાલીબેન આહીરના માતા રાધાબેન અરશીભાઈ માડમની આજે ત્રીજી પૂણ્યતીથી હતી.જેને તેમણે દિવ્યાંગ બાળકો સાથે મનાવવાનું નક્કી કર્યુ.
ત્રાલસા સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્રમાં વૈશાલીબેને બાળકો સાથે સવારનો નાસ્તો કર્યા બાદ તેમની સાથે સમય પસાર કર્યો હતો. તેમજ અસ્મિતા વિકાસ કેન્દ્રને વાસણોની જરૂર હોવાથી તે અર્પણ કર્યા હતાં. બાળકોને ખોળામાં બેસાડી વૈશાલીબેને વ્હાલ પણ વરસાવ્યુ હતું.
જ્યારે બાળકોને ખબર પડી કે, મેડમ પોલીસ ઓફીસર તરીકે સમાજની સેવા કરી રહ્યા છે. ત્યારે આ દિવ્યાંગ બાળકોએ આપમેળે જ સેલ્યુટ મારતાં આ મહિલા અધિકારી ગદગદીત થઈ ગયા હતાં.