અભ્યાસ કરતા ૧૧૬ મુક બધિર બાળકોએ સુંદર અને કલાત્મક રાખડીઓ બનાવી
નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ.ડી ચુડાસમાના હસ્તે જિલ્લા સેવા સદન ગોધરા ખાતે આ રાખડીઓનું પ્રદર્શન કમ વેચાણકેન્દ્ર મુકવામાં આવ્યું ખુલ્લુ
માહિતી બ્યુરો, ગોધરા, રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક છે. આ દિવસે ભાઈ પોતાની બહેન પાસે રાખડી બંધાવે છે. ભાઈ પોતાની બહેનની રક્ષા માટે પ્રણ લે છે. રક્ષાબંધનનો તહેવાર ભારતમાં ખૂબ ધૂમધામ સાથે મનાવામાં આવે છે. આ દિવસે અવનવી અને કલાત્મક રાખડીઓ તૈયાર કરીને વેચાણ અર્થે મુકવામાં આવે છે.
ગોધરા સ્થિત ગાંધી સ્પેશ્યલ બહેરા મૂંગા વિદ્યાલય, ગોધરામાં અભ્યાસ કરતા ૧૧૬ મૂક બધિર બાળકોએ સુંદર અને કલાત્મક રાખડીઓ બનાવીને જિલ્લા સેવા સદન કચેરીના કમ્પાઉન્ડમાં આ રાખડીનું પ્રદર્શન કમ વેચાણકેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. જેને નિવાસી અધિક કલેક્ટરશ્રી એમ.ડી.ચુડાસમાના હસ્તે જાહેર જનતા માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું.
આ તબક્કે સબ ડિવિઝનલ ગોધરા શ્રી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી , જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી તેમજ અન્ય તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા અને આ કેન્દ્રની મુલાકાત લઈ, રાખડીઓની ખરીદી કરી મૂક બધિર બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
હાલમાં જ આવી રહેલા રક્ષાબંધનના તહેવારને લઈને આ વિદ્યાર્થીઓ દ્વારા અવનવી અને કલાત્મક રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ સાંભળી કે બોલી સકતા નથી તેમ છતાં સમાજમાં પ્રેરણારુપ ઉદાહરણ પુરુ પાડ્યું છે ત્યારે આ રાખડીને પણ ગોધરાવાસીઓ ખરીદી અને બાળકોને પ્રોત્સાહિત કરે તેવો અનુરોધ કરાવામાં આવે છે.