યુપીના પોલીસ સ્ટેશનમાં નાગિન ડાન્સ કરનાર પીઆઇ અને કોન્સ્ટેબલને સજા મળી
લખનૌ, ૧૫મી ઓગસ્ટ એટલે રાષ્ટ્રીય તહેવાર. આ રાષ્ટ્રીય તહેવારને જવાબદારીપૂર્વક ઉજવવો જાેઈએ. સામાન્ય નાગરિક માટે ૧૫મી ઓગસ્ટની ઉજવણી અમુક મર્યાદામાં રહીને કરવાની હોય છે, અને તેના માટે સરકારે અમુક નિયમો નક્કી કર્યા હોય છે. ધીર ગંભીર રીતે ઉજવાતા આ રાષ્ટ્રીય તહેવારને જાે કોઈ મજાક બનાવે તો તેના માટે પોલીસે કડક કાયદો બતાવો પડે છે.
પરંતુ જ્યારે કાયદાની રક્ષક પોલીસ જ આ રાષ્ટ્રીય તહેવારને મજાક બનાવે તો.. યુપીના પીલીભીતના પુરનપુર પોલીસ સ્ટેશનમાં ઘ્વજ વંદનનો કાર્યક્રમ ઉજવાઈ ગયા પછી, ત્યાં હાજર પોલીસ કર્મીઓએ દેશભક્તિના ગીતો વગાડ્યા હતા. તે તો ઠીક હતું પણ કેટલાક ઉત્સાહી કર્મીઓએ તે ગીતો પર ડાન્સ કરવા લાગ્યા, હાજર તમામ કર્મીઓ પોલીસની વર્દીમાં હતા.
ડાન્સ કરતાં કરતાં તેઓ ફિલ્મી ડાન્સ કરવા લાગ્યા, જવાબદાર કર્મીઓ નાગિન ડાન્સ કરવા લાગ્યા. ત્યાં હાજર કર્મીઓમાંથી કોઈકે આનો વિડિઓ ઉતાર્યો અને તેને વાયરલ કરી દીધો. વિડિઓ વાયરલ થતાં, પોલીસની ઇમેજ બગડશે તેના ડરથી આ ડાન્સ કરનારા કર્મીઓ પર એક્શન લેવામાં આવ્યું હતું, અને તેઓને લાઈન હાજર કરવામાં આવ્યા હતા.
યુપીના પીલીભીતમાં પોલીસ સ્ટેશનની અંદર નાગને ડાન્સ કરનાર પીઆઇ અને કોન્સ્ટેબલને લાઈન હાજર કરવામાં આવ્યા છે. હકીકતમાં, ૧૫ ઓગસ્ટના અવસર પર, પુરનપુર પોલીસ સ્ટેશનની અંદર ઈન્સ્પેક્ટર અને જવાનોએ ફિલ્મી ગીત પર ડાન્સ કર્યો હતો.
આ દરમિયાન ઈન્સ્પેક્ટર અને એક કોન્સ્ટેબલનો નાગિન ડાન્સ ઘણો વાયરલ થયો હતો. પુરનપુર પોલીસ સ્ટેશનમાં એસઆઇ સૌરભ કુમાર અને કોન્સ્ટેબલ અનુજ ફિલ્મના ગીતની ધૂન પર યુનિફોર્મમાં ડાન્સ કરતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો.
આની નોંધ લેતા પોલીસ અધિક્ષક દિનેશ, એસઆઇ સૌરભ કુમાર અને કોન્સ્ટેબલ અનુજ, જેઓ યુનિફોર્મમાં નાગિન ડાન્સ કરી રહ્યા છે, તેમને તાત્કાલિક અસરથી લાઈન હાજર કર્યા હતા. આ સાથે તપાસ કાર્યક્ષેત્ર અધિકારી પુરનપુરને સોંપવામાં આવી છે.
પીલીભીતના પુરનપુર પોલીસ સ્ટેશનમાં સ્વતંત્રતા દિવસના અવસરે પોલીસકર્મીઓએ પહેલા ધ્વજ ફરકાવ્યો અને પછી દેશભક્તિના ગીતો પર ડાન્સ કર્યો, પરંતુ દેશભક્તિના ગીતો જાેત-જાેતામાં જ નાગિન ડાન્સની ધૂનમાં ફેરવાઈ ગયા અને પછી તો શું?, પોલીસ સ્ટેશનમાં ઈન્સ્પેક્ટરે અને કોન્સ્ટેબલે વાતાવરણમાં રંગ લાવવા માટે, ઇન્સ્પેક્ટર સપેરા (સાંપ પકડનાર) બની ગયો અને પછી કોન્સ્ટેબલ નાગ બન્યો.
જણાવવામાં આવી રહ્યું છે કે, નાગિન ડાન્સ થતા જાેઈને પોલીસ સ્ટેશન પુરનપુરના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર અશોક પાલે નાગિન ડાન્સની ધૂન બંધ કરાવી દીધી હતી. તેણે ગીત વગાડનાર વ્યક્તિને માત્ર દેશભક્તિના ગીતો વગાડવાની સૂચના આપી.
જાે કે હવે આ સમગ્ર મામલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યારે વિડિયો વાયરલ થયો ત્યારે એસપી દિનેશ એક્શનમાં આવ્યા અને સપેરા બનેલા એસઆઇ સૌરભ અને નાગ બનેલા કોન્સ્ટેબલ અનુજને તાત્કાલિક અસરથી લાઇન હાજર કરી મુક્યા હતા. આ સાથે સમગ્ર કેસની તપાસ સીઓ પુરનપુરને સોંપવામાં આવી હતી.HS1MS