Western Times News

Gujarati News

પિયાજિયો ઇન્ડિયા ખાસ બનાવવામાં આવેલા વેસ્પા ભારતમાં લોન્ચ કરશે

આ ખાસ વેસ્પા 75 125CC અને 150 CCમાં અલગ ગ્લૂસી મેટાલિક જીઆઇ કલરની સાથે સોફ્ટ નોબુક લેધર ફીલ ડાર્ક સ્મોક ગ્રે સિટ્સ અને રાઉડ બેગ તેમજ ઇતિહાસલને વર્ણવતી વેલકમ કીટ સાથે ઉપલબ્ધ બનશે.

અમદાવાદ:એમ્બ્લેમેટિક 2 વ્હીલર વેસ્પાની ઉત્પાદક પિયાજિયો ઇન્ડિયા તેને આઇકોનિક વેસ્પાના ભવ્ય 75 વર્ષ, સ્વતંત્રતાના 75 વર્ષ અને વૈશ્વિક સંસ્કૃતિની રચના કરતા બદલાતા પ્રવાહો  ઉજવણી કરી રહી છે ત્યારે વેસ્પા ખાસ વેસ્પા 75મી આવૃત્તિ રજૂ કરી રહી છે. Piaggio Launches Vespa 75th Edition Celebrating glorious 75 years

જે બ્રાન્ડની દરેક સાંસ્કૃતિક અને સ્ટાઇલીસ્ટિક સિદ્ધિઓ કે જેનો પ્રારંભ 1940માં થયો હતો તેની ઉજવણી કરતા આ વેસ્પા 75 ભવ્ય ભૂતકાળ તરફની આઇકોનિક બ્રાન્ડઝની સફરની ઇચ્છીત યાદો મારફતે શ્રેષ્ઠતા અને અદ્યતનતાની નિશાની છે.

વેસ્પા 75ને તેના આઇકોનિક મોનોક ફુલ સ્ટીલ બોડીમાં રજૂ કરવામાં આવ્યુ છે, જે બ્રાન્ડઝના અનેક વારસાઓ અને વેસ્પાને ખાસ બનવતી વિશિષ્ટ લાક્ષણિકતાઓનું પ્રતિબિંબ પાડે છે. અલગ ગ્લૂસી મેટાલિક, ગિયાલો 75 – અસલ મેટાલિક યલ્લો, 1940માં શ્રેષ્ઠ હતા તેવા સમકાલીન અર્થઘટનને રજૂ કરે છે.

વેસ્પા ગર્વપૂર્વક સાઇડ પેનલ્સમાં 75 ક્રમાંકનો ઉપયોગ કરે છે અને આગળના બમ્પરને મેટ મેટાલિક પાઇરાઇટ કલરમાં ડીસ્પ્લે કરવામાં આવ્યા છે જે ઇન્સર્ટ કરાયેલ ક્રોમ સાથે ફ્રંટ સાથે મેળ ખાય છે, તેની સાથે ગ્લોવ બોક્સ શિલ્ડ પરનો ક્રોમ 75 લોગો તેની વિશિષ્ટતાનો સંકેત આપે છે, 75મી થીમ વારસાનું આહવાન કરે છે,

વેસ્પાની નવીન સ્પિરીટ અને ફેશનને ચાહતી સ્ટાઇલનો સમાવેશ થાય છે. ખાસ રચના કરાયેલ સિટ્સને નોબુક લેધર ફીલ ડાર્ક સ્મોક ગ્રે થીમમાં બનાવવામાં આવી છે. ખાસ જરૂરિયાત અનુસાર રચાયેલ બેવડા હેતુની રાઉન્ડ બેગ નોબુક લેધર ફીલ મટીરિયલમા છે જે ઉત્કૃષ્ટ એસેસરીને રિટ્રેક્ટેબલ ક્રોમ રિયર રેક પર જડી શકાય છે,

તે આઇકોનિક વેસ્પાના સ્પેર વ્હીલના પ્રતિનિધિત્વની પ્રતિબિંબ પાડે છે, ડસ્ટ ગ્રે કલરમાં મશીન્ડ એલોય વ્હીલ્સ અને ક્લિયર ફ્રંટ વિન્ડશિલ્ડ વાઇસર આ થીમમાં ઉમેરો કરે છે. વેસ્પા 75 તમને ખાસ વેલકમ કીટ સાથે આવકારે છે જે એકત્ર કરી શકાય તેવા પોસ્ટકાર્ડ્ઝ અને વિન્ટેજ વેસ્પા સાઇન મારફતે ક્લાસિ અને ઇરરેવરન્ટ ઐતિહાસિક સફર દર્શાવે છે. વેસ્પા 75 બ્રાન્ડની ઓળખને યાદ કરવાની સાથે કાયમની આઇકોનિક ડિઝાઇન મારફતે મોબિલીટીના ભવિષ્યમાં પણ તપાસ કરે છે.

લોન્ચિંગ પર ટિપ્પણી કરતા પિયાજિયો ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી ડિયાગો ગ્રાફીએ જણાવ્યું હતું કે, “અમે પિયાજિયો  ઇન્ડિયા ખાતે, સ્વતંત્રતા, મૌલિક્તા, સહજતા અને નવીનતાની વેસ્પા સંસ્કૃતિમાં જીવીએ છીએ, વેસ્પાએ મુક્તિ, સ્વતંત્રતા, પ્રકાશ ગતિશીલતા સાથે શોધખોળનો વિચારને જીવંત કર્યો છે.

હંમેશા તાજા, ગતિશીલ, યુવાન અને બિનપરંપરાગત હોવાથી, વેસ્પા 75 આવૃત્તિ વેસ્પાના પ્રતિષ્ઠિત ઇતિહાસ અને વિશેષ મૂલ્યોની ઉજવણી કરે છે અને તેમને વિશેષ અમલ સાથે દર્શાવવામાં આવે છે, કેમ કે અમે વેસ્પા 75 દ્વારા સ્વતંત્રતાના મૂલ્યની ઉજવણી કરી રહ્યા છીએ, તે ભારતમાં વેસ્પાની યાત્રા પણ એવા સમયે શરૂ કરે છે. જ્યારે ભારત આઝાદીના 75 વર્ષ ઉજવે છે.”

પિયાજિયો ઇન્ડિયાના 2W બિઝનેસ હેડ શ્રી સુધાંશુ અગ્રવાલે જણાવ્યું હતુ કે – “વેસ્પા માત્ર એક વાહન નથી પરંતુ જીવનશૈલીનું આયકોન છે જે વૈશ્વિક સ્તરે પહોંચ્યું છે અને વિવિધ સમયમાં વલણોને વટાવી ગયું છે. સર્જનાત્મક રીતે ડિઝાઇન કરેલા વેસ્પા 75 સાથે 75 ભવ્ય વર્ષોની ઉજવણી. આવૃત્તિ તેના મૂલ્યો દ્વારા ગતિશીલતાના ભવિષ્યને જોતી વખતે ઇતિહાસમાં સૌથી ઉત્તેજક પ્રવાસનું પ્રતિનિધિત્વ કરે છે, વેસ્પા 75 વેસ્પા ચાહકોને સ્વતંત્રતા અને મૌલિક્તાના મૂલ્યોનું પ્રતીતી કરવાની તક આપશે.

વેસ્પા 75 125 અને 150CC એન્જિન વિકલ્પોમાં ઓફર કરવામાં આવશે, તેમાં કેન્દ્રિય સંકલિત ડીઆરએલ સાથે હાઇલુમેન એલઇડી હેડલાઇટ છે. ફ્રન્ટ ડિસ્ક બ્રેક 150CCમાં એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) અને 125CC માં કોમ્બી બ્રેકિંગ સિસ્ટમ (CBS) છે. ખાસ આવૃત્તિ વેસ્પા દેશની તમામ વેસ્પા ડીલરશીપમાં ઉપલબ્ધ છે અને ભારતની તમામ ડીલરશીપ પર અને ઇ-કોમર્સ વેબસાઇટ મારફતે પ્રારંભિક રૂ. 5000 રૂપિયાની રકમ માટે બુક કરી શકાય છે.https://shop.vespaindia.com


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.