Western Times News

Gujarati News

અમદાવાદની કુખ્યાત ખીસ્સા કાતરૂ ગેંગના સભ્યોએ હિંમતનગર-મેહતાપુરામાં ચોરી કરી હતી

શોભાયાત્રામાં ભીડનો લાભ લઈ ખિસ્સા કાતરનારી ગેંગ ઝડપાઈ

હિંમતનગર, હિંમતનગરમાં થોડા દિવસ અગાઉ નીકળેલી શોભાયાત્રામાં અમદાવાદની કુખ્યાત ખીસ્સા કાતરૂ ગેંગે ચોરી કરી હતી. આ ગેંગ અમદાવાદથી ફરી હિંમતનગર નરફ આવી હોવાની બી ડીવીઝન પોલીસને બાતમી મળી હતી જેના આધારે ધાણધા ફાટક નજીકથી સાત પૈકી પાંચ જણાને અંગઝડતી કરતા ૩૯ હજાર રોકડા અને રિક્ષા મળી ૧.૩૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

હિંમતનગર શહેરમાં થોડા દિવસ અગાઉ શ્રીશ્રી ૧૦૦૮ દિગમ્બર ખુશાલ ભારતીજી મહારાજની શોભાયાત્રા બેરણા મહાકાલી મંદિરેથી નીકળી હતી તે દરમિયાન ખીસ્સાકાતરૂ ગેંગે ભીડનો લાભ લઈ ૧પથી વધુ લોકોના ખીસ્સા કાતરી રૂ.ર લાખથી વધુ રોકડ રકમની તફંડચી કરી હતી.

જે અંગે હિંમતનગર બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી અને પોકેટ કોચ સર્ચની મદદથી તપાસ હાથ ધરી હતી જે દરમિયાન ખીસ્સાકાતરૂ ગેંગના સભ્યો રિક્ષામાં બેસીને હિંમતનગર આવ્યા હતા અને શોભાયાત્રાની ભીડમાં ઘુસી લોકોના ખીસ્સા કાતરતા હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે તપાસ કરતાં ઉપરોકત રિક્ષામાં બેસીને પાંચ શખ્સો ઈડર તરફથી આવી રહ્યા છે હોવાની બાતમી મળી હતી.

આથી તેમને ધાણધા રેલવે ફાટક પાસે રોકીને પુછપરછ કરીને તેમની અંગઝડતી લેતાં તેઓએ હિંમતનગરના અમરસિંહજી શોપીંગ મોલ આગળથી પસાર થઈ રહેલી શોભાયાત્રામં રોકડ તથા પર્સની ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. જેથી બી ડિવીઝન પોલીસે પાંચેય ખિસ્સાકાતરૂઓની ધરપકડ કરીને ફરાર બે આરોપીઓની ધરપકડ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપીઓ ઃ રાજન વશરામ દંતાણી (કાવઠિયા), દશરથ ઉર્ફે દખલો કચરાજી ઠાકોર, સંજયગીરી ઉર્ફે પપ્પી લક્ષ્મણગીરી ગોસ્વામી, વિષ્ણુ હજુરજી ઠાકોર (ચારેય રહે. મફતનગરના છાપરા, દેવી સિનેમાની સામે, નરોડા, અમદાવાદ) ખેતાજી જગતાજી બાવરી (મારવાડી), (રહે. સંતોષનગર સરદારગ્રામ, કુબેરનગર ક્રોસીંગની સામે, અમદાવાદ) પકડવાના બાકી બે આરોપીઓમાં (૧) કૈલાશ ઉર્ફે ટીલી (ર) અન્નો (બંને રહે. સંતોષીનગર, અમદાવાદ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.