Western Times News

Gujarati News

પીકઅપ વાનનું ટાયર ફાટતાં અકસ્માત: બેનાં મોત

(પ્રતિનિધિ)પેટલાદ, પેટલાદ તાલુકાના નાર ગામ પાસે હાઈ વે ઉપર આજરોજ વહેલી સવારે ઉભી રહેલ ટ્રકમાં પીકઅપ વાન ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં પીકઅપ વાનના ડ્રાયવર અને કંડક્ટરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ તાલુકામાંથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જાેડતો વાસદ – બગોદરા સિક્સ લેન પસાર થાય છે. આ હાઈ – વે ઉપર ધર્મજ – તારાપુર વચ્ચે નાર ઓવરબ્રીજ આવેલ છે. જ્યાં સબરી હોટલ સામે રસ્તાની બાજુમાં એક ટ્રક નં એમએચ ૨૬ બીઈ ૯૫૯૩ ઉભી રહી હતી.

મહારાષ્ટ્રથી કોટન રૂ ભરી રાજકોટ જવા નીકળેલ આ ટ્રકના ડ્રાઈવર અને કંટક્ટર બાથરૂમ જવા ગયા હતા. તેવામાં ધર્મજ તરફથી આવતી એક સફેદ કલરની બોલેરો પીકઅપ વાન ઉભી રહેલ ટ્રકમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. જે અવાજ સાંભળી ટ્રકના ડ્રાઈવર, કંડક્ટર સહિત સબરી હોટલના માણસો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

જ્યાં જાેતા પીકઅપ વાન જીજે ૧૧ વીવી ૨૬૪૨ ના ડ્રાઈવર અને કંટક્ટર લોહીલુહાણ હાલતમાં હતા. જેઓને માથાં અને છાતીના ભાગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. જે બંન્નેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ પીકઅપ વાન ગોવાથી સોમનાથ જઈ રહી હતી.

જેમાં ડ્રાઈવર – કંટક્ટર તરીકે દલ જાવેદ (ઉંમર વર્ષ આશરે ૩૨) તથા આફતાબ કાસમ મલગાણી (ઉંમર વર્ષ આશરે ૨૨) સવાર હતા. ઉપરાંત આ પીકઅપ વાનનું ટાયર અચાનક ફાટી જવાના કારણે અકસ્માત સર્જાયો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.