ચકદા એક્સપ્રેસના સેટ પરથી લીક થઈ અનુષ્કાની તસવીરો

મુંબઈ, અદ્દભુત એક્ટિંગ માટે જાણીતી અનુષ્કા શર્મા આશરે ૪ વર્ષ બાદ મોટા પડદા પર કમબેક કરવા જઈ રહી છે. તે પૂર્વ ભારતીય ક્રિકેટર જુલણ ગોસ્વામીની બાયોપિક ‘ચકદા એક્સપ્રેસમાં જાેવા મળશે.
ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થાય તેવી શક્યતા છે અને આ પહેલા એક્ટ્રેસ તેના શૂટિંગમાં વ્યસ્ત જાેવા મળી રહી છે. હાલ, તે કોલકાતાના હાવડામાં છે અને ફિલ્મના શૂટિંગ સેટ પરથી તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જેમાં તે વ્હાઈટ શર્ટ અને મરુન સ્કર્ટમાં જાેવા મળી. તેના હાથમાં બેટ છે અને શોર્ટ હેર લૂકમાં તે એકદમ અલગ જ લાગી રહી છે.
પાત્રને ન્યાય આપવામાં એક્ટ્રેસ કોઈ પણ કચાસ બાકી રહી નથી. અનુષ્કા શર્માની સેટ પરથી વાયરલ થયેલી તસવીરો જાેઈને સોશિયલ મીડિયા યૂઝર્સે તેને ટ્રોલ કરી છે.
એક યૂઝરે લખ્યું છે ‘કેવી લાગી રહી છે, વધારે પડતો લૂક આપી દીધો છે’, એક યૂઝરે લખ્યું છે ‘પ્રોડ્યૂસરના પૈસા પાણીમાં ગયા’ તો એકે લખ્યું છે ‘કોઈ જાેવા જ ન માગતું હોય તેવી બાયોપિક બનાવવાનો શું અર્થ છે.
તેના કરતાં તો સાઉથની ફિલ્મો સારી, જે કન્ટેન્ટથી દર્શકોને મનોરંજન તો પૂરું પાડે છે’ અન્યએ લખ્યું છે ‘કઈ કયા એન્ગલથી જુલણ ગોસ્વામી લાગી રહી છે’, તો એકનું કહેવું છે કે ‘બોલિવુડમાં હાલ ફ્લોપ ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે’. એક યૂઝરે આ ફિલ્મ ફ્લોપ જશે તેવી ભવિષ્યવાણી કરતાં લખ્યું ‘અનુષ્કા શર્માની વાટ લાગી રહી છે, પહેલા સુઈ ધારા ત્યારબાદ ઝીરો અને હવે આ’.
જાે કે, એક્ટ્રેસના ફેન્સ તેના બચાવમાં આવ્યા હતા અને તેના લૂકને વખાણ્યો હતો. ફિલ્મ ચકદા એક્સપ્રેસ માટે અનુષ્કા શર્મા જે રીતનું હાર્ડ વર્ક કરી રહી છે તેનાથી પતિ વિરાટ કોહલી પણ ઈમ્પ્રેસ થયો છે. હાલમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે ‘મારા માટે ફિલ્મ એ માત્ર ત્રણ કલાક જાેવાની જ વાત છે. જ્યારે મેં અનુષ્કાને ફિલ્મ માટે ટ્રેનિંગ લેતા જાેઈ ત્યારે મને તેના માટે માન થઈ આવ્યું હતું.
તેના માટે આ પ્રક્રિયા મુશ્કેલ રહી છે. તે પહેલીવાર આ પ્રકારનું પાત્ર ભજવી રહી છે અને બોલિંગ પણ શીખી રહી છે. પરંતુ તેણે દરેક પડકારોને ખૂબ જ સુંદર રીતે ઝીલ્યા. અનુષ્કા શર્મા છેલ્લે ૨૦૧૮માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઝીરો’માં શાહરુખ ખાન અને કેટરીના કૈફ સાથે જાેવા મળી હતી, જે બોક્સઓફિસ પર ફ્લોપ રહી હતી. દીકરી વામિકાના જન્મ બાદ ‘ચકદા એક્સપ્રેસ’ તેની પહેલી ફિલ્મ છે.SS1MS