Western Times News

Gujarati News

Hardik Pandya ના આલીશાન ઘરની તસવીરો વાયરલ થઈ

નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અને ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા ખુબ જ આલિશાન જિંદગી જીવે છે. મેદાનની બહાર હાર્દિકને અલગ જ ભવ્ય જીવન જીવવાનું પસંદ છે. ભારતીય ઓલરાઉન્ડરનું જીવન શાહી જીવનથી ઓછું નથી.

હાર્દિકે તેની કારકિર્દી ૨૦-૨૦થી શરૂ કરી હતી અને આજે તે કરોડોની સંપત્તિનો માલિક છે. IPLમાં તેના શાનદાર પ્રદર્શનના બદલામાં હાર્દિકે ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણું નામ કમાવ્યું છે. આટલું જ નહીં હાર્દિકે શાનદાર પ્રદર્શન કરીને પોતાના નામ સિવાય ઘણી કમાણી કરી છે. પંડ્યાની કારકિર્દીમાં વૃદ્ધિ સાથે તેની સંપત્તિમાં પણ ઘણો વધારો થયો છે.

ક્રિકેટર હાર્દિક પંડ્યા તેની સુંદર પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે ફરીથી લગ્ન કરવા જઈ રહ્યો છે. ત્યારે આજે અમે તમને આ સુંદર કપલના આલીશાન ઘરની એક ઝલક બતાવવા જઈ રહ્યા છીએ. હાર્દિક પંડ્યા એવા ક્રિકેટરોમાંથી એક છે જેણે પોતાના કરિયરમાં બહુ ઓછા સમયમાં સફળતા હાંસલ કરી એટલું જ નહીં પરંતુ પોતાના ચાહકોના દિલમાં પણ એક ખાસ જગ્યા બનાવી છે.

હાર્દિક તેની રમતની સાથે લક્ઝરી લાઈફસ્ટાઈલ માટે પણ જાણીતો છે. જે પોતાના પરિવાર સાથે મુંબઈમાં 8BHK લક્ઝુરિયસ ફ્લેટમાં રહે છે, જે ૩૮૩૮ સ્ક્વેર ફૂટમાં બનેલો છે. હાર્દિકનો બેડરૂમ બ્લુ થીમ પર ડિઝાઇન કરવામાં આવ્યો છે. આમાં તેણે પોતાની ટીમના મિત્રોની તસવીરો વોલ પર લગાવી છે.

આ સિવાય હાર્દિકના ઘરમાં એક ગેમિંગ ઝોન તેમજ પ્રાઈવેટ સ્વિમિંગ પૂલ પણ છે. હાર્દિકને ફિલ્મો જાેવાનો ખૂબ જ શોખ છે. આ જ કારણ છે કે પંડ્યા બ્રધર્સે તેમના ઘરમાં થિયેટર પણ બનાવ્યું છે.

હાર્દિક પંડ્યા ગુજરાતમાં એક લક્ઝરી ડિઝાઇનર હાઉસનો માલિક છે, જે તેણે વર્ષ ૨૦૧૬માં ખરીદ્યો હતો. તેના ઘરની હાલની કિંમત ૨ કરોડ રૂપિયા છે. આ ઉપરાંત તે દેશભરમાં ઘણી રિયલ એસ્ટેટ પ્રોપર્ટી ધરાવે છે. હાર્દિકની આવકનો મુખ્ય સ્ત્રોત તેની આઈપીએલ અને બીસીસીઆઈની ફી અને ઘણી બ્રાન્ડ્‌સના પ્રમોશન છે.

ગુજરાત ટાઇટન્સ ફી તરીકે રૂ. ૧૫ કરોડ ચૂકવે છે જ્યારે તેમની માસિક આવક રૂ. ૧.૨ કરોડ છે. તમને જણાવી દઈએ કે હાર્દિક અને નતાશા આવતીકાલે એટલે કે ૧૪ ફેબ્રુઆરીએ ઉદયપુરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. તાજેતરમાં જ કપલ ત્યાંથી રવાના થયું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.