Western Times News

Gujarati News

પીડિલાઇટનાં વેચાણમાં ગયા વર્ષના ત્રિમાસિક ગાળાની સરખામણીમાં 20 ટકાની વૃદ્ધિ 

મુંબઈ, પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ભારતની અગ્રણી એડહેસિવ્સ, સીલન્ટ્સ અને કન્સ્ટ્રક્શન કેમિકલ્સની અગ્રણી ઉત્પાદક છે. આજે કંપનીએ 31 ડિસેમ્બર, 2020ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા અને નવ મહિનાના ગાળા માટેના એના નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી.

આ ત્રિમાસિક ગાળા દરમિયાન કન્ઝ્યુમર અને બાઝાર (C&B) સેગમેન્ટે વોલ્યુમ અને મૂલ્યમાં 20 ટકાથી વધારે વધારો નોંધાવ્યો હતો. ગ્રામીણ વિસ્તારોમાં માગમાં સતત વધારાથી તમામ વર્ટિકલ્સમાં ઊંચી વૃદ્ધિ થઈ હતી અને મેટ્રો સહિત શહેરી વિસ્તારોમાં ઊંચો સુધારો થયો હતો. ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થવાથી બિઝનેસ ટૂ બિઝનેસ (B2B) સેગમેન્ટના વોલ્યુમમાં પણ વૃદ્ધિ થઈ હતી.

વિદેશી પેટાકંપનીઓએ પણ સારી કામગીરી કરીને કોન્સ્ટન્ટ કરન્સીની આવકમાં 10 ટકાથી વધારે વૃદ્ધિ અને આવકમાં ઊંચી વૃદ્ધિ કરી છે.

જ્યારે ગયા ત્રિમાસિક ગાળામાં C&B સેગમેન્ટમાં સ્થાનિક પેટાકંપનીઓએ ઊંચી વૃદ્ધિ દર્શાવી છે, જેમાં B2B સેગમેન્ટમાં પેટાકંપનીઓએ સુધારાનો સંકેત દર્શાવ્યો છે.

નાણાકીય કામગીરી -કુલ કામગીરી

·            ગાય વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ચોખ્ખું વેચાણ 20 ટકા વધીને રૂ. 2,290 કરોડ (*પીએપીએલ 16ને બાદ કરતા). નવ મહિના માટે ચોખ્ખું વેચાણ રૂ. 5,021 કરોડ અને ગયા વર્ષના સમાન ગાળા કરતાં 12 ટકા સુધીનો ઘટાડો.

·            બિનકાર્યકારી આવક અગાઉ EBITDA ગયા વર્ષના સમાન ગાળાથી 38 ટકા વધીને રૂ. 641 કરોડ (*પીએપીએલ 33 ટકાને બાદ કરતા), જે માટે ઓછો આંતરિક ખર્ચ અને A&SP ખર્ચ જવાબદાર. નવ મહિના માટે EBITDA રૂ. 1,223 કરોડ અને ગયા વર્ષના સમાન ગાળાથી 4 ટકાનો ઘટાડો.

·            કરવેરા અને અપવાદરૂપ ખર્ચાઓ અગાઉ નફો (PBT) ગયા વર્ષના સમાન ગાળાથી 32 ટકા વધીને રૂ. 601 કરોડ (*પીએપીએલ 27 ટકાને બાદ કરતા). નવ મહિના માટે PBT રૂ. 1,111 કરોડ અને ગયા વર્ષના સમાન ગાળાથી 12 ટકા સુધીનો ઘટાડો.

·            કરવેરા પછીનો નફો (PAT) ગયા વર્ષના સમાન ગાળાથી 29 ટકા વધીને રૂ. 446 કરોડ (*પીએપીએલ 23 ટકાને બાદ કરતા). નવ મહિના માટે PAT ગયા વર્ષના સમાન ગાળાથી 15 ટકા ઘટીને રૂ. 819 કરોડ, જે માટે કોર્પોરેટ કરવેરાના દરમાં ઘટાડા સાથે અગાઉના વર્ષમાં ટેક્ષ રિવર્સલ જવાબદાર (લાઇક ટૂ લાઇક બેસિસ પર PATમાં 13 ટકાનો ઘટાડો).

* કંપનીએ 3 નવેમ્બર, 2020ના રોજ પીડિલાઇટ એડહેસિવ્સ પ્રાઇવેટ લિમિટેડ (પીએપીએલ) (અગાઉ હન્ટ્સમેન એડવાન્સ્ડ મટિરિયલ્સ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ (એચએએમએસપીએલ) તરીકે જાણીતી હતી)માં 100 ટકા હિસ્સો એક્વાયર કર્યો હતો.

સ્વતંત્ર ધોરણે કામગીરી

·         અંતર્ભૂત સેલ્સ વોલ્યુમ અને 19 ટકાની મિક્સ વૃદ્ધિ સાથે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ચોખ્ખું વેચાણ 18 ટકા વધીને રૂ. 1,948 કરોડ થયું હતું. એના પગલે સેલ્સ વોલ્યુમ અને સીએન્ડબી મિક્સમાં 22 ટકાની વૃદ્ધિ થઈ હતી તથા સેલ્સ વોલ્યુમ અને બી2બી મિક્સમાં 12 ટકાની વૃદ્ધિ થઈ હતી. નવ મહિનાના ગાળાને અંતે ચોખ્ખું વેચાણ રૂ. 4,355 કરોડ હતું, જે ગયા વર્ષના સમાન ગાળાના ચોખ્ખા વેચાણથી 13 ટકા ઓછું હતું.

·         બિનકાર્યકારી આવક અગાઉ EBITDA ગયા વર્ષના સમાન ગાળાના સરખામણીમાં 33 ટકા વધીને રૂ. 572 કરોડ થઈ હતી, જે માટે ઓછો આંતરિક ખર્ચ અને A&SP ખર્ચ જવાબદાર હતો. નવ મહિના માટે EBITDA રૂ. 1,142 કરોડ હતી અને ગયા વર્ષના સમાન ગાળા કરતાં 5 ટકા ઓછી હતી.

·         કરવેરાની ચુકવણી અગાઉનો નફો અને અપવાદરૂપ ખર્ચાઓ (PBT) ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં 27 ટકા વધીને રૂ. 549 કરોડ થયો હતો. નવ મહિના માટે PBT રૂ. 1,081 કરોડ હતો અને ગયા વર્ષના સમાન ગાળા કરતાં 12 ટકાનો ઘટાડો થયો હતો.

·         PAT રૂ. 409 કરોડ, જે ગયા વર્ષના સમાન ગાળાથી 24 ટકા વધારે છે. નવ મહિના માટે PAT રૂ. 805 કરોડ, જે ગયા વર્ષના સમાન ગાળાથી 15 ટકા ઓછો, જે માટે કોર્પોરેટ કરવેરાના દરમાં ઘટાડા સાથે અગાઉના વર્ષમાં ટેક્ષ રિવર્સલ જવાબદાર છે (લાઇક ટૂ લાઇક આધારે PATમાં 12 ટકાનો ઘટાડો).

ત્રિમાસિક ગાળાની કામગીરી પર પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ભારત પુરીએ કહ્યું હતું કેઃ

નાણાકીય વર્ષ 2020-21નો ત્રીજો ત્રિમાસિક ગાળો:

“આ ત્રિમાસિક ગાળામાં તમામ વ્યવસાયો અને વિસ્તારોમાં વિસ્તૃત વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે કન્ઝ્યુમર અને બાઝાર બિઝનેસના વોલ્યુમમાં 20 ટકાથી વધારે વૃદ્ધિ જોવા મળી હતી, ત્યારે બી2બી સેગમેન્ટ 10 ટકાથી વધારે વૃદ્ધિને માર્ગે પરત ફર્યું છે. આંતરિક ખર્ચના લાભ અને ઓછા વિવેકાધિન ખર્ચને કારણે નફાકારકતા વધી છે.

જોકે આંતરિક ખર્ચમાં નોંધપાત્ર વધારો થવાથી માર્જિન આગામી ત્રિમાસિક ગાળાઓમાં દબાણ રહેશે. અમે અમારા બ્રાન્ડ, સેલ્સ અને ડિસ્ટ્રિબ્યુશન તેમજ ઉપભોક્તા સાથે પ્રસ્તુત ઇનોવેશનમાં રોકાણ કરીને વોલ્યુમમાં વૃદ્ધિને આગળ વધારવા ધ્યાન કેન્દ્રિત કરીશું. આગામી સમયમાં અમે ઊંચી માગને જાળવી રાખવા પર આશા રાખીને સાવચેતી સાથે આગળ વધીશું.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.