કબુતર બાજે વેપારીના પુત્રને કેનેડા મોકલવાના બહાને 8 લાખની છેતરપિંડી કરી
ઈસમ સામે અન્ય ગુના પણ નોંધાયેલા છે અને કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ
(પ્રતિનિધિ) નડિયાદ, મહેમદાવાદના વેપારી ને વિશ્વાસમાં લઈ તેમના પુત્રને કેનેડા મોકલવાના બહાને નડિયાદના કબુતર બાજે રૂપિયા ૮ લાખ પડાવી લીધા બાદ હાથ ઊંચા કરી દેતા આ બાબતે મહેમદાબાદ પોલીસમાં ફરિયાદ નોંધાય છે નડિયાદનો આ ભેજાબાજ સામે અન્ય કબુતર બાજી ના ગુના દાખલ થયેલા છે અને કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવાનું પણ બહાર આવ્યું છે
મળતી માહિતી મુજબ. મહેમદાવાદ શહેરના બળિયાદેવ મંદીર પાસે વિરાટભાઈ કાભઈભાઈ તળપદા રહે છે. તેઓ ખેતી તેમજ વેપારી કરે છે. તેમનો પુત્ર શિવને વિરાટભાઈ કેનેડા મોકલવા ઈચ્છતા હોય નડિયાદમાં પીજ રોડ પર રહેતા ભૌમિક હિતેશભાઈ પંડ્યાના સંપર્કમાં આવ્યા હતા. જેથી આ ભૌમિકે ૧૮મી મે ૨૦૨૩ના રોજ વિરાટભાઈના પુત્રના જરૂરી દસ્તાવેજો મંગાવ્યા હતા.
ત્યારબાદ આ ભૌમિકે વિરાટભાઈને જણાવેલ કે, તમારા દીકરાને કેનેડા મોકલવા હોય તો તમામ પ્રોસિજર અને કેનેડામાં જોબ માટે રૂપિયા ૨૨ લાખ થશે જેમાંથી રૂપિયા ૮ લાખ ટોકન પેટે આપવા પડશે તેમજ પ્રોસિજર કર્યા બાદ ત્યાંની જે ફી ભરવાની હોય ત્યારે હું કહું ત્યારે તમારે મને અડધું પેમેન્ટ આપવાનું રહેશે અને તમારો દીકરો કેનેડા પહોંચી જાય ત્યારે તમારે બાકીનું પેમેન્ટ ચૂકવવું પડશે.
વિરાટ ભાઈ ને વિશ્વાસ બેસે એટલા માટે ભૌતિક કે લ મારા કોરા ચેક તમને સહી કરીને આપું છું જો હું તમારા પુત્રને કેનેડા ના મોકલું તો બેંકમાં ભરીને તમારા પૈસા લઈ લેજો તેઓ વિશ્વાસ આપ્યો હતો અને કેનેડા ન પહોંચે તો રૂપિયા પરત આપી દેવાનો પાક્કો વિશ્વાસ અપાવ્યો હતો. જેથી વિરાટભાઈએ પોતાના દીકરાનું જીવન સારુ થાય તે હેતુસર આ ભૌમિકને ટોકન રકમ આઠ લાખ પૈકી ૩ લાખ એકાઉન્ટમાં ચૂકવી આપેલા અને એ બાદ રૂપિયા ૫ લાખ ટુકડે ચૂકવી આપ્યા હતા.
આટલી રકમ ચૂકવ્યા બાદ પણ ભૌતિક એ શિવ તળપદા ને વિદેશ મોકલવા માટે કોઈ કાર્યવાહી કરી ન હતી વિરાટભાઈ ફોન કરે તો ભૌતિક ઉઠાવતો ન હતો નડિયાદના ઘણા ધક્કા બાદ ભૌતિક નો ભેટો થયો હતો તે વખતે ભૌમિકે ૩ માસમાં રૂપિયા પરત આપવાનો સમય લીધો હતો. આમ છતાં આ સમયગાળામાં ભૌમિકે રૂપિયા પરત આપ્યા નહોતા અને વાયદાઓ કર્યા કરતા હતા.
જેથી વિરાટભાઈએ આ ભૌમિકના ચેક બેન્કમાં ભરતા તે ચેક રીટર્ન આવ્યો હતો. કોર્ટમાં ચેક ભર્યો હોવાની રેસ રાખીને ભૌતિક એ વિરાટ ભાઈ ને ધમકી આપી હતી કે’તારા રૂપિયા હું પાછા નથી આપવાનો, તારા જેવા કેટલા મારી પાસે આવી ગયા છે, તારે જે કરવું હોય તે કરી લે, તારે મારી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવી હોય તો પણ કરી લે, પોલીસ સાથે તો મારે રોજબરોજ ઊઠવા બેસવાનું છે,
પોલીસ સાથે સેટિંગ છે, પોલીસને રમાડતા મને સારી રીતે આવડે છે. વિરાટ ભાઈએ આ ભૌતિક ની કુંડળી કરાવતા તે ચોકી ઉઠ્યા હતા કેમકે તેના વિરુદ્ધમાં નડિયાદ કોર્ટમાં ઘણા કેસો પેન્ડિંગ છે તેવું જાણવા મળ્યું હતું.