ઓનલાઈન ગેમ્બલિંગ ગેમ્સ મામલે હાઈકોર્ટમાં પીઆઇએલ
નવી દિલ્હી, દેશમાં ઓનલાઈન ગેમિંગ અને ગેમ્બલિંગની પ્રવૃત્તિઓ વધી છે, યુવાનો તેના રવાડે ચઢ્યા છે. ત્યારે ખાસ કરીને IPL જેવી ક્રિકેટ મેચોમાં ઓનલાઈન ગેમ રમીને રાતોરાત પૈસા કમાવવાની લોકોમાં લાલસા વધી છે.
મોબાઈલ પ્રીમિયર લીગ જેવા પ્લેટફોર્મ શરૂ થઈ છે ત્યારે આવી ઓનલાઈન ગેમ્સ સામે અમદાવાદમાં રહેતા યુવકે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે. આ સટ્ટો કે સ્કીલ ગેમ તેની ઉપર સ્પષ્ટતાની જરૂર હોવાથી આ મામલે ૩ જાન્યુઆરીએ સુનાવણી યોજવામાં આવશે.અમદાવાદમાં રહેતા સુમિત પ્રજાપતિએ હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરી છે.
આ પીઆઇએલ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ રજૂ થઈ હતી. અરજીમાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને બે પ્રાઇવેટ ઓનલાઈન ગેમ્સ ડેવલપર ગેલેક્ટ્સ ફનવેર ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ અને પ્રોબ મીડિયા ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. આજે અરજદારના વકીલ કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહી શક્યા ન હતા.
સરકાર વતી ઉપસ્થિત થયેલા વકીલે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૦માં પણ આવી જ એક જાહેર હિતની અરજી દાખલ થઈ હતી પરંતુ કોર્ટે અરજદારને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવા જણાવ્યું હતું.
ચર્ચાનો પ્રશ્ન છે કે શું આ કોઈ સ્કીલ ગેમ છે કે ગેમ ઓફ ચાન્સ છે. ગેમિંગ કંપનીઓ મુજબ આ એક સ્કીલ ગેમ્સ છે. જેથી પ્રોહિબિશન એક્ટ ગુજરાત તેની ઉપર લાગુ પડે નહીં. ફરિયાદ નિવારણ મિકેનિઝમ મુજબ જો કોઈને આ સંદર્ભની ફરિયાદ હોય તો ૈં્ એક્ટ મુજબ ફરિયાદ થઈ શકે છે.
રાજ્યની સંલગ્ન સંસ્થાઓ આવી ફરિયાદોને કેન્દ્રીય એજન્સીને મોકલી આપે છે. આ એજન્સીઓ જે-તે સર્વિસ પ્રોવાઈડરને ફરિયાદ કરે છે. સર્વિસ પ્રોવાઈડર તેની ઉપર પગલાં લે છે. કેટલીક ગેમ્સ સામાન્ય જાગરૂકતા આધારિત હોય છે. જેમાં અનુમાન હોય કે બે ટીમમાંથી કઈ ટીમ મેચ જીતી શકે છે? જો કે આ IPL ઉપર ૩ જાન્યુઆરીએ વધુ સુનવણી હાથ ધરાશે.SS1MS