૫ાલનપુરમાં જાહેર માર્ગો પર ગંદકીના ઢગલા ખડકાયા
પાલનપુર, બનાસકાંઠા જીલ્લાના વડા મથબક એવા પાલનપુરમાં સ્વચ્છતા પાછળ વર્ષે દહાડે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવેી રહ્યો છે. તેમ છતાં શહેર ગંદકીથી ખદબદતુ જાેવા મળી રહ્યુ છે. શહેરના ઠેર ઠેર જાહેર માર્ગો પર ગંદકીના ઢગલાં ખડકાયેલા હોઈ લોકોનું આરોગ્ય જાેખમાય એવી સ્થિતિ નિર્માણ પામી હોઈ પોલીસ દ્વારા દિવાળી પૂર્વેેે શહેરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે એવી માંગ ઉઠી રહી છે.
ફૂલો અને અંતરોના નગરની ઉપમા ધરાવતુ પાલનપુર શહેેર વર્તમાન સમયના નગરપાલિકના શાસકોના અણધડ વહીવટને ગંદકીનું નગર બની રહેવા પામ્યુ છે. જાે કે સરકારના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. પણ તેની સામે શહેરમાં સ્વચ્છતા હોવી જાેઈએ એવી થતી નથી. શહેરમાં ડોર ટુ ડોર ઘન કચરાના નિકાલ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે.
પણ આ એજન્સી દ્વારા ફરજ દાખવવામાં લાપરવાહી દાખવી રહી હોય અને કેટલાંક વિસ્તારોમાં ઘન કચરો લેવા વાહન આવતા જ ન હોઈ લોકો પોતાનો કચરો જાહેર માર્ગો પર ફેંકતા હોઈ શહેરમાં વિવિધ માર્ગો ઉપર ગંદકીના મોટા ઢગલા ખડકાયેલા જાેવા મળી રહ્યા છે. જ્યાં અંઠવાડમાં પશુઓ દુર્ગધ મારતા હોઈ દુર્ગંધ ફેલાવવાથી રોગચાળો ફાટી નીકળવાની ભારે દહેશત સેવાઈ રહી છે. પાલિકા દ્વારા દિવાળી અને નૂતન વર્ષ નિમિતે શહેરના સાફ સફાઈ કરાવે એવી માંગ ઉઠી છે.