પાઈલટે પ્લેનને વ્યસ્ત હાઈવે પર લેન્ડિંગ કરાવ્યું: ઘટના કેમેરામાં રેકોર્ડ

ગભરાયેલા ડ્રાઈવરોએ ભગાવી ગાડીઓ
નવી દિલ્હી,પ્લેન ઉડતી વખતે આવનારા પડકારો વિશે તો તમે સાંભળ્યું જ હશે, પરંતુ જ્યારે આ પડકારો પાયલટની સામે આવે છે ત્યારે તેમણે ગભરાવાની જગ્યાએ સમજણ અને કૌશલ્ય બતાવવું પડે છે. એક અમેરિકન પાયલોટે આવું જ કંઈક કર્યું, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પાયલોટે કોઈ પણ પ્રકારની ખામી વગર પ્લેનને ફરતા હાઈવે પર લેન્ડ કરાવ્યું હતું.
આ મામલો અમેરિકાના કેરોલિનાનો છે અને આ ઘટના ૩ જુલાઈના રોજ બની હતી. પાયલોટે ધીમે ધીમે પ્લેનને વ્યસ્ત હાઈવે પર લેન્ડિંગ કરાવ્યું અને આ ઘટના પ્લેનની અંદર રાખવામાં આવેલા વિંગ કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ. હવે તેનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
જેમાં હાઈવે પર પ્લેન લેન્ડ થઈ રહ્યું છે અને રોડ પર જઈ રહેલા વાહનો અહીં-તહીં દોડી રહ્યા છે. પાયલટ વિન્સેન્ટે વાત કરતા જણાવ્યું કે જ્યારે એન્જિન કામ કરતું બંધ થઈ ગયું ત્યારે તેના સસરા પણ પ્લેનમાં હાજર હતા.
જ્યારે પાયલોટે આ અંગે ઓથોરિટીને જાણ કરી ત્યારે તેમને સખત સપાટી પર અથવા રસ્તા પર ઉતરવાનું કહેવામાં આવ્યું. આ સિંગલ એન્જિન એરક્રાફ્ટના સુરક્ષિત લેન્ડિંગ માટે, પાઇલટ હાઇવે તરફ વળ્યા અને ત્યાં ધીમે ધીમે લેન્ડિંગ કર્યું. અધિકારીઓએ તેમના વખાણ કર્યા અને કહ્યું કે ઓછા અનુભવ પછી પણ પાયલોટે શાનદાર કામ કર્યું અને કોઈપણ નુકસાન વિના પ્લેનને લેન્ડ કરાવ્યું. વિંગ કેમેરામાં રેકોર્ડ થયેલો વિડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પહેલો પાયલોટ હવામાં ફરતો જાેઈ શકાય છે.
The Swain County Sheriff's Office released this video Thursday taken by a pilot of a harrowing emergency landing on a highway in the Blue Ridge Mountains in North Carolina. https://t.co/tksdvysPLw pic.twitter.com/dsgjqBtHJy
— Louie Tran (@louie_tran) July 8, 2022
આ દરમિયાન હાઈવે પર વાહનો આવતા-જતા જાેવા મળે છે. ધીમે-ધીમે પ્લેન રોડ તરફ નીચે જવા લાગે છે અને નીચે જતા વાહનોના ચાલકો આશ્ચર્યમાં પડી ગયા હતા કે પ્લેન આટલું નીચું કેમ આવી રહ્યું છે.
લોકોએ પોતાના વાહનો અહીં-ત્યાં દોડાવવાનું શરૂ કર્યું અને આ દરમિયાન પાયલટે ખૂબ જ અસરકારક રીતે પ્લેનનું લેન્ડિંગ કરાવ્યું. આ વીડિયોને ફેસબુક પર ૭ લાખથી વધુ વખત જાેવામાં આવ્યો છે, ટિ્વટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે, જેને હજારો લોકોએ જાેયો છે.ss1