Western Times News

Gujarati News

‘પિન્ક’માં બચ્ચન-તાપસી જેટલું મહત્ત્વ નહીં મળ્યાનો કિર્તિને અફસોસ

કિર્તિ કુલ્હરીની પહેલી ફિલ્મ ‘પિન્ક’ ૨૦૧૬માં રિલીઝ થઈ હતી

હિમેશ રેશમિયાએ ‘બેડએસ રવિકુમાર’ના ડાયલોગમાં સાધારણ સુધારો કરવાની છૂટ પણ ના આપી

મુંબઈ,કિર્તિ કુલ્હરીની પહેલી ફિલ્મ ‘પિન્ક’ ૨૦૧૬માં રિલીઝ થઈ હતી. તે પછી કિર્તિએ સંખ્યાબંધ વેબ સિરીઝમાં કામ કરીને ઓળખ ઊભી કરી હતી. તાજેતરમાં રિલીઝ થયેલી ‘બેડએસ રવિકુમાર’માં હિમેશ રેશમિયા સાથે લીડ રોલમાં કિર્તિ છે. કિર્તિને એક દાયકાની સફરમાં ઘણું શીખવા મળ્યું છે. કરિયરની પહેલી ફિલ્મ ‘પિન્ક’થી ઓળખ મળી હોવાનું કિર્તિ સ્વીકારે છે, પરંતુ આ ફિલ્મના પ્રમોશન દરમિયાન અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ જેટલું મહત્ત્વ નહીં અપાયાનો તેનો અફસોસ છે. કિર્તિએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં ‘પિન્ક’ને તે ત્રણ યુવતીઓની સ્ટોરી સમજતી હતી.

ઈન્ડસ્ટ્રીના ભેદભાવ અંગે સમજણ ન હતી, પરંતુ પ્રમોશન દરમિયાન મોટા સ્ટાર અને નાના સ્ટાર વચ્ચેનો ભેદ સમજાયો હતો. દરેક એક્ટર સમાન હોવાનું તેને લાગતું હતું, પરંતુ ઈન્ડસ્ટ્રીમાં સ્ટેટસના આધારે મહત્ત્વ અપાતું હોવાનું તેને સમજાયું હતું. કિર્તિએ કહ્યું હતું કે, ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે અસમાનતાનો અણસાર આવી ગયો હતો, કારણ કે તેમાં માત્ર અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ પર ફોકસ થયું હતું. આ પહેલો ઝાટકો હતો, કારણ કે ફિલ્મમાં તેનું કામ પણ તાપસી જેટલું જ મહત્ત્વનું હતું. આ બાબતે ડાયરેક્ટર શૂજિત સરકાર સાથે વાત કરી તો તેમણે કહ્યું, આમાં ચિંતા જેવું નથી. એક વાર ફિલ્મ આવી જવા દો.

પ્રમોશન સ્ટ્રેટેજીમાં તાપસીને ખૂબ મહત્ત્વ અપાયું હતું અને અમિતાભ બચ્ચનની બાજુમાં જ તેને પોઝિશન અપાઈ હતી. જેના કારણે ‘પિન્ક’ને તાપસીની ફિલ્મ તરીકે ઓળખ મળી હતી અને લોકો તેને જ ‘પિન્ક’ ગર્લ કહેતા હતા. આ બધું પોતાની નજર સામે થઈ રહ્યું હતું અને કિર્તિ કશું કરી શકી ન હતી. ‘પિન્ક’માં બેસ્ટ સપો‹ટગ એક્ટ્રેસ તરીકે કિર્તિ નોમિનેટ થઈ હતી, પરંતુ પોતાને સપો‹ટગ સ્ટાર કહેવાનું તેને પસંદ ન હતું. આખરે તેણે એવોર્ડ ફંક્શનમાં જ હાજરી આપી ન હતી. તાપસી માટે પણ મનમાં અણગમો થયો હોવાનું કિર્તિએ સ્વીકાર્યું હતું. જો કે આ બધી વસ્તુઓ ઈન્ડસ્ટ્રીનો ભાગ છે અને સમય જતાં ફિલ્મમાં પોતાના રોલની સાથે પ્રમોશન દરમિયાન પણ સરખું મહત્ત્વ મળે તે બાબતે ખોંખારીને સ્પષ્ટતા કરવાની આદત કિર્તિએ વિકસાવી છે.

તાજેતરમાં રિલીઝ થયેલી ‘બેડએસ રવિકુમાર’માં કિર્તિનો મહત્ત્વનો રોલ છે. હિમેશ રેશમિયા આ ફિલ્મના પ્રોડ્યુસર ઉપરાંત લીડ એક્ટર પણ છે. હિમેશ આ ફિલ્મના દરેક પાસા બાબતે પોતાનું ધાર્યુ કરવા માંગતા હતા. કિર્તિ કોઈ ડાયલોગમાં સાધારણ ફેરફાર કે સુધારો કરવા બાબતે હિમેશ સાથે વાત કરે તો પણ હિમેશ ચોખ્ખી ના પાડી દેતા હતા. હિમેશનું કહેવું હતું કે, આ ફિલ્મ જે રીતે વિચારી છે, તેવી જ બનશે. જો ના પસંદ હોય તો ફિલ્મ છોડી દેવી. હિમેશની આ હઠ અંગે કિર્તિનું માનવું છે કે, કોઈ વ્યક્તિ પોતાના કન્સેપ્ટ બાબતે આટલો અડગ રહે અને તેના અમલથી સફળતા મેળવી શકે તે મોટી વાત છે. ફિલ્મ બાબતે હિમેશના વર્તનથી તેને નારાજગી નથી, પરંતુ વિઝનમાં સ્પષ્ટતાથી તેને ખુશી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.