પીરાણા ડમ્પ સાઈટની સામે ૧૭ સપ્ટેમ્બરે ૭૨ હજાર રોપા વવાશે
અ.મ્યુ.કોર્પાેરેશન દ્વારા એક જ સ્થળે સૌથી વધુ ત્રણ લાખ રોપાનાં વાવેતરનો રેકોર્ડ પણ કરાશે
અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી તા.૧૭ સપ્ટેમ્બરે જન્મદિવસ છે. તા.૧૭ સપ્ટેમ્બર, ૧૯૫૦ના રોજ વડનગર ખાતે જન્મેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી તે દિવસે ૭૨ વર્ષ પૂર્ણ કરશે. વડા પ્રધાન મોદીના જન્મદિવસની ભવ્ય રીતે ુજવણી કરવા માટે શહેર ભાજપના શાસકોે નિર્ણય કર્યાે છે. નારોલ-સરખેજ હાઈવે પરની પીરાણા ડમ્પ સાઈટની સામે સત્તાધીશો ૭૨ હજાર રોપાનું વાવેતર કરશે. મિયાવાકી પદ્ધતિથી આ સ્થળ પર નમો વન ઊભઉં કરાશે.
અમદાવાદની ગ્રીનરીમાં વધારો કરવા માટે મ્યુનિ.સત્તાવાળાઓ દ્વારા વર્ષ ૨૦૧૯થી મિશન મિલિયન ટ્રી અભિયાન હાથ ધરાયું છે. છેલ્લાં ત્રણ વર્ષથી હાથ ધરાયેલાં મિશન મિલિયન ટ્રી હેઠળ ચાલુ ચોમાસાએ શહેરમાં ૧૫.૯૦ લાખથી વધુ રોપા વાવવાનો નવો રેકોર્ડ કરાયો છે.
જેમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૩.૬૪ લાખથી વધુ રોપા વવાયા છે. મિયાવાકી પદ્ધતિથી આ રોપાઓનું વાવેતર કરાયું છે. ગત તા.૫ જૂનના વિશ્વ પર્યાવરણ દિવસે સિંધુ ભવન રોડ પરના મિલાંત વિલા પાસેના ૧૦ હજાર ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા પ્લોટ પર મિયાવાકી પદ્ધતિથી ઓક્સિજન પાર્ક બનાવાયો છે, જે અંતર્ગત ૨૦ હજાર રોપાની વાવણી કરાઈ છે. અન્ય સ્થળોએ પણ ઉલ્લેખનીય વૃક્ષારોપણ કરાયું છે.
જાેકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે સત્તાવાળાઓ ૭૨ હજાર રોપાનું મિયાવાકી પદ્ધતિથી વાવેતર કરીને ત્યાં નમો વન ઊભું કરશે. નમો વન માટે પીરાણા ડમ્પ સાઈટની સામે ૯૦ હજાર ચોરસ મીટરનો વિશાળ પ્લોટ પસંદ કરાયો છે.
આમાં એ બાબત પણ મહત્ત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૨માં જન્મદિવસની ઉજવણી નિમિત્તેના આ નમો વનમાં ૧૭ સપ્ટેમ્બરે ૭૨ હજાર રોપા તો વવાશે જ, પરંતુ આગામી દિવસોમાં આ સ્થળ પર ૨.૨૮ લાખ રોપાનું વાવેતર કરાશે.
સમગ્ર અમદાવાદમાં એક જ સ્થળે ત્રણ લાખની જબ્બર સંખ્યામાં વૃક્ષારોપણ પીરાણા ડમ્પ સાઈટ સામેનાં આ સ્થળે જ થશે, જે શહેરનાં વૃક્ષારોપણની બાબતે નવો જ રેકોર્ડ થશે.
અત્યાર સુધી અમદાવાદમાં એક સ્થળે ક્યારેય ત્રણ લાખ રોપા વવાયા નથી, જે વર્ષ ૨૦૨૨ના મિશન મિલિયન ટી હેઠળ તંત્ર વાવવા જઈ રહ્યું છે.