Western Times News

Gujarati News

પીરાણા ડમ્પીંગ સ્ટેશન-ઝેરી હવા ફેલાવતું એપી સેન્ટર

File Photo

ઝેરી હવા તથા તેમાંથી નીકળતી દુર્ગંધ શ્વાસ, હાર્ટ, દમના રોગીઓ, બાળકો તથા સગર્ભા
મહિલાઓ માટે માત્ર હાનિકારક જ નહીં પરંતુ જાખમકારક છે

(પ્રતિનિધિ ) અમદાવાદ: શહેરમાંથી રોજબરોજનો હજારો ટન કચરો ભેગો કરી પીરાણા ડમ્પીંગ સાઈટ પર ઠાલવવામાં આવતો હોય છે. જે આજે રોગચાળાનું એપી સેન્ટર બની ગયુ છે. શહરમાંંથી એકઠા કરાયલા માત્ર કચરો જ હોતો નથી પરંતુ તેમાં પ્લાસ્ટીકના ટુકડા, પ્લાસ્ટીકની થેલીઓ, કેમિકલ વેસ્ટ, મેડીકલ વેસ્ટ ઉપરાંત ઘણું બધુ એવું મટીરીયલ્સ હોય છે કે જેને કારણે એ ભેગો કરવામાં આવેલા કચરો સળગાવવામાં આવે છે ત્યારે તેમાંથી નીકળતા ધુમાડામાંથી અમુક પ્રકારનો ઝેરી ગેસ નીકળતો હોય છે. જે નાગરીકોના આરોગ્ય માટે અતિશય જાખમકારક હોય છે.

કેટલીંક સમય પેહલાં મ્યુનિસિપલ કમિશ્નરે નાગરીકોને અપીલ કરતા જણાવ્યુ હતુ કે ે ઘરમાંથી નીકળતા કચરો ભેગો ન કરતા લીલો કચરો, તથા સુકો કચરો જુદો પાડવા. તેની જાહેરાત પાછળ લાખ્ખો રૂપિયા ખર્ચાયા છતાં પણ હજુ તેનું પાલન મ્યુનિસિપલ કોર્પોરેશન જ ન કરતી હોવાનું જાણવા મળે છે.

પિરાણા ડમ્પીંગ સ્ટેશનમાં કચરો લાવી સળગાવવામાં આવે છે. તેને છુટો પાડવામાં આવતો નથી. અને અમુક કચરો સાથે લીલો કચરો પણ ભેગો નાંખવામાં આવે છે. તથા સળગાવવામાં આવે છે. એટલું જ નહીં તેમાંથી કેમિકલ વેસ્ટ, લોખંડનો વેસ્ટ, મેડીકલ વેસ્ટ તેમજ પ્લાસ્ટીકનો કચોર પણ જુદો ન પાડતા તેમાંથી નીકળેતો ધુમાડો માત્ર હવા જ પ્રદુષિત કરતી નથી પરંતુ ‘ઝેર’ ફેલાવે છે.

શિયાળો શરૂ થતાં ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બને છે. અને આજુબાજુની ૩-૪ કિલોમીટરની ત્રિજયામાં વસતા નાગરીકોને રોજ ઝેરી હવા લેતા હોય છે. રાણીપુર, સૈજપુર, ગોમતીપુર, પીપલજ, શાહવાડી, એકતાનગર તથા ગુલામનગરની રહીશો વર્ષોથી ફરીયાદ કરતા આવ્યા છે. પરંતુ (જંગલમાં) તેમનું રૂદન મ્યુનિસિપલ સત્તાવાળાઓ તથા શાસકોના કાને અથડાતું નથી.

બેગ્લુરૂની એગ્રીકલ્ચર સાયન્સ યુનિવર્સિટીના તજજ્ઞોએ ર૦૦૬માં પીરાણા ડમ્પીંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી. તથા કચરાના નિકાલ કરવાની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો હતો. તેમણે તેમના રીપોર્ટમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓને ચેતવ્યા હતા કે પ્લાસ્ટીક, મેડીકલ વેસ્ટ તથા કેમિકલ વેસ્ટ, રબ્બર વગેરે એકઠો સગળાવવાને કારણે તેમાંથી ઝેરી ગેસ નીકળે છે. જે આરોગ્યની દ્રષ્ટીએ ખુબ જ હાનિકારક છે. જેને કારણે હાર્ટના, શ્વાસ, દમના રોગોના દર્દીઓ પર વિશેષ અસર જાવા મળે છે.

આ વર્ષના જુલાઈ માસમાં ધી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ કર્યો હતો કે એક મહિનામાં આ જગ્યા ખાલી કરી બીજી વૈકÂલ્પક વ્યવસ્થા શોધો. ઉપરાંત કમિટિના સભ્યોએ સુચન પણ કર્યુ હતુ કે આ માટે ૭ સભ્યોની કમિટિ બનાવવી. રાજ્ય સરકારને પણ આ અંગે રૂ.૭પ કરોડ ફાળવવા માટે જણાવ્યુ હતુ.

મ્યુનિસિપલ કોર્પોરેશને વિનંતી કરતા ૧ મહિનાની મુદત લંબાવી ૬ માસ કરવામાં આવી હતી. મુદત પુરી થવાને માત્ર ૧ માસ બાકી છે ત્યારે પીરાણા ડમ્પીંગ સાઈટ પર મ્યુનિસિપલ સત્તાવાળાઓના સુત્રોના જણાવ્યા અનુસાર માત્ર ૧૦ ટકા જ કચરાનો નિકાલ કરાયો છે. જેની સામે રોજનો ૪૭૦૦ મેટ્રીક ટન કચરો ઠલવાતો જાય છે. આજે પીરાણામાં ૭પ મીટર ઉંચો ટેકરો કચરાનો બની ગયો છે આશરે ૯પ લાખ મેટ્રીક ટન કચરો આજે પણ છે જેનો નિકાલ કરવો હજુ બાકી છે.

એકત્રિત થયેલ આ કચરો તથા તેમાંથી નીકળતો ઝેરી ગેસ તથા મારતી દુર્ગંધ, આજુબાજુના હજારો રહેવાસીઓ માટે આરોગ્યને જાખમ ઉભુ કરી રહી છે.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર મુકેશ ગઢવીએ જણાવ્યુ હતુ કે પીરાણા ડમ્પીંગ સાઈટ પરથી કચોર ખસેડવાની કામગીરી ચાલુ જ છે અને આ માટે જરૂરી સાધનો તથા મજુરો કાર્યરત છે. પરંતુ સંપૂર્ણ કચરો દૂર કરતાં કેટલો સમય લાગશે તથા અત્યાર સુધી કેટલો કચરો દૂર કરાયો છે ? તેનો જવાબ તેમણે આપ્યો નહોતો. મ્યુનિસિપલ કાઉન્સીલર બદરૂદદીન શેખે જણાવ્યુ હતુ કે જે કામ ચાલી રહ્યુ છે તે ગોકળગતિએ ચાલી રહ્યુ છે. અને આ રીતે કામ થતું રહેશે તો હજુ બીજા બે વર્ષ લાગશે જે રીસાયકલીંગ પ્લાન્ટ છે તે પણ બરોબર કામ આપતો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.