એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સની માગ પૂર્ણ કરવા અને સંભવિત તકોને ઝડપવા પિટ્ટી એન્જિનિયરિંગ વિસ્તરણના માર્ગે
મુંબઇ, એકીકૃત અને સંપૂર્ણ એન્જિનિયરિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર પિટ્ટી એન્જિનિયરિંગ શીટ મેટલ કોમ્પોનન્ટ્સની સ્થાપિત ક્ષમતા 36,000 એમટીથી વધારીને 46,000 એમટી કરવા તથા મશીનીંગની ક્ષમતા 2,47,000 કલાકથી વધારીને 405,600 કલાક કરવા માટે રૂ. 250 કરોડની વિસ્તરણ યોજનાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે.
કંપનીની લાંબાગાળાની ઓર્ડર બુક રૂ. 550 કરોડ છે, જેમાં ભારતીય રેલવે માટે ડીઝલ અને ઇલેક્ટ્રિક લોકોમોટિવ્સ, ડેટા ફર્મ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિન્યુએબલ એનર્જી જેવાં ક્ષેત્રો માટે એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવવી સામેલ છે.
ઉલ્લેખનીય છે કે પિટ્ટી એન્જિનિયરિંગ ઉચ્ચ કાર્યક્ષમ મોર્ડન લોકોમોટિવ્સથી લઇને ગ્રીન વિહિકલ્સ દ્વારા ગ્રીન ટ્રાન્સપોર્ટ સોલ્યુશન્સ, રિન્યુએબલ એનર્જીથી લઇને હાઇડ્રો અને વિન્ડ પાવર, સુપર ક્રિટિકલ લેસ એમિશન થર્મલ પાવર સાથે ભારતની પ્રથમ સ્વચલિત એન્જિન-લેસ ટ્રેન, અલ્ટ્રા-મોર્ડન ઇરિગેશન પ્રોજેક્ટ્સ જેવી એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી ધરાવે છે. કંપનીની પ્રોડક્ટ્સ રોટેટ અથવા વીજળી પેદા કરતાં લગભગ તમામ ઉપકરણો માટે આદર્શ છે.
અન્ય પ્રતિષ્ઠિત પ્રોડક્ટ્સમાં ડેટા ફર્મ માટે પાવર સિસ્ટમ્સ, ઇલેક્ટ્રિક વિહિકલ્સ માટે પ્રોપલ્શન સિસ્ટમ્સ, માસ અર્બન ટ્રાન્ઝિટ સિસ્ટમ્સ માટે ઇન્ટરસિટી પેસેન્જર અને ફ્રેઇટ મૂવમેન્ટ કોમ્પોનન્ટ્સ માટે વિવિધ સબ-એસેમ્બલી તથા રિન્યુએબલ એનર્જી સામેલ છે.
ઉત્પાદન કામગીરી પુનઃશરૂ કરવા અંગે પ્રતિક્રિયાં આપતાં કંપનીના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર અક્ષય પિટ્ટીએ જણાવ્યું હતું કે, કોવિડ-19 અને લોકડાઉનને કારણે અમારી કામગીરી ઉપર સાધારણ અસર થઇ છે. અમારા ઓર્ડર્સ અકબંધ છે કારણકે તેમાંથી મોટાભાગના લાંબાગાળાના છે.
અમે અમારા ગ્રાહકો માટે ડિલિવરની શરૂઆત કરી દીધી છે. અમે સકારાત્મક કામગીરી જોઇ રહ્યાં છીએ અને ચાલુ વર્ષે વધુ ઓર્ડર્સ પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં છીએ. અમને આશા છે કે મૂડી ખર્ચ વસૂલાત સારી રહેશે. વિશ્વભરની કેપિટલ ગુડ્સ કંપનીઓ છેલ્લાં કેટલાંક વર્ષોથી ઇન્વેન્ટરી મૂજબ કામ કરી રહી હતી. કેપિટલ ગુડ્સ સેક્ટરની મુખ્યત્વે મૂલ્યવર્ધિત પ્રોડક્ટ્સમાં માગને પહોંચી વળવા માટે મોટી સંખ્યામાં ઓર્ડર્સની સંભાવના છે.
તેમણે ઉમેર્યું હતું કે, કંપનીના બે દાયકાથી વધુના અનુભવ સાથે સમાન સેગમેન્ટમાં વિવિધ પેટા ક્ષેત્રોની માગને પહોંચી વળવા માટે કંપનીનો વ્યૂહ સફળ રહ્યો છે. તેનાથી કંપનીને કેપિટલ ગુડ્સ સેક્ટરની માગ પૂર્ણ કરવામાં મદદ મળી છે.