પીયૂષ સહદેવ અભિનેત્રી સેરીષાને કરી રહ્યો છે ડેટ
મુંબઈ, બડે અચ્છે લગતે હૈ ૨માં નિખિલના રોલમાં જાેવા મળતો એક્ટર પીયૂષ સહદેવ અને સીરિયલ ‘ગુડ્ડન તુમસે ના હો પાયેગાની એક્ટ્રેસ સેરીષ અલીના અફેરની ચર્ચા થોડા વર્ષો પહેલા ઉઠી હતી. પરંતુ બાદમાં અફવાને વેગ મળવાને બદલે તે દબાઈ ગઈ હતી.
Piyush Sahadev is dating actress Serisha
પીયૂષ અને સેરીષ હાલ ઈન્ડોનેશિયામાં રજાઓ ગાળી રહ્યા છે. કપલના એક ફ્રેન્ડે જણાવ્યું કે, આ પહેલીવાર નથી જ્યારે કપલ રોમેન્ટિક હોલિડે પર ગયું હોય. અગાઉ ૧૨ માર્ચે પણ કપલ ક્રૂઝ હોલિડે માટે ગયું હતું. માર્ચ મહિનામાં પીયૂષનો બર્થ ડે હતો.
અગાઉ પીયૂષ સાથે નામ જાેડાતાં સેરીષે મીડિયાને કહ્યું હતું, “હું અને પીયૂષ માત્ર સારા મિત્રો છીએ. જાે મિત્રો સાથે સમય વિતાવે કે હરે-ફરે તેનો અર્થ એ નથી કે તેઓ એકબીજાને ડેટ કકી રહ્યા છે.” જાેકે, હવે બંને એકસાથે રોમેન્ટિક હોલિડે પર છે ત્યારે સેરીષ શું બહાનું બતાવીને છૂટી જાય છે તે જાેવું રહ્યું.
જણાવી દીએ કે, પીયૂષના પત્ની અકાંગ્શા રાવત સાથે હજી ડિવોર્સ થયા નથી. છેલ્લા પાંચ વર્ષથી કોર્ટમાં તેમનો કેસ ચાલી રહ્યો છે. હાલમાં જ અકાંગ્શાએ અમારા સહયોગી ઈટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી તે ઉત્તરાખંડ શિફ્ટ થઈ ગઈ હતી.
પીયૂષથી અલગ થયા બાદ જુલાઈ ૨૦૨૦માં તેણે હિમાચલ પ્રદેશ જવાનું અને ત્યાંથી ઉત્તરાખંડ શિફ્ટ થવાનું વિચાર્યું હતું. અહીં તેણે કુદરત સાથે સમય વિતાવ્યો ઉપરાંત ઈંગ્લિશ સ્ટુડિયો કવિતા શીખી અને ફિઝિકલ થિયેટર ગ્રુપ સાથે જાેડાઈ હતી. તેણે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષથી જે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી તેમાંથી બહાર આવવામાં આ પ્રવૃત્તિઓ મદદરૂપ થઈ હતી.SS1MS