Western Times News

Gujarati News

રહેણાંકની સ્કીમમાં મંદિર બનાવવા પ્લાનની મંજુરી સરળ કરવામાં આવી

(એજન્સી)અમદાવાદ,શહેરમાં કેટલીક રહેણાક સ્કીમમાં બિલ્ડર મંદિર બનાવવા મંદિર બનાવવા માટે પ્લાનમાં દરખાસ્ત કરે છે. જાેકે મંદીર બનાવવા માટે નિયમ પ્રમાણે કલેકટર કચેરીમાંથી કોમર્શીયલ કે પછી મલ્ટી મલ્ટીપર્પઝ NA  મેળવવી પડતી હોય છે. એન.એ મળતાં પ થી ૭ મહીના થાય છે. Plan approval for building a temple in a residential scheme made easier

તે પહેલાં જ કીમીમાં શરતી પ્લાન પાસ કરી આપવા સ્ટેન્ડીગ કમીટીની સુચના બાદ અમલ શરૂ કરવામાં આવ્યો છે. શહેરમાં વર્ષે આવી ૮થી૯ રહેણાકની સ્કીમમાં મંદીર બનાવવાવ માટેની દરખાસ્ત પ્લાનમાં હોય છે. રહેણાક માટે કલેકટર કચેરી પાસેથી મેળવેલી એન.એન. આધારે ત્યાં મંદીર બનાવી શકાય નહી.

જીડીસીઆરની નિયમ પ્રમાણે મંદિર બનાવવા માટે કોમર્શીયલ અથવા તો મલ્ટીપર્પઝ એન.એ.આવશ્યક છે. પ્લાન માટે અરજી કરનારાઓને પછીથી ખબર પડે છે કે મંદીર માટે મલ્ટીપર્પઝ એન.એ. આવશ્યયક છે.

પ્લાન મંજુરી માટે મુકયા બાદ મલ્ટીપર્પઝ NA લગભગ પથી૭ મહિના થાય છે. તેને કારણે સ્કીમ વિલંબમાં પડતી હોય છે. મ્યુનિ. હવે મલ્ટીપર્પઝ એન.એ આવવાની શરતોને આધીની

મંજુરી આપશે. શહેરમાં વર્ષે ૮થી૯ જેટલી બાંધકામ સ્કીમમાં મંદીરનો પ્લાન રજુ કરવામાં આવે છે. જેમાં મહત્તમ જૈન દેરાસર અને સ્વામીનારાયણ મંદીર બનાવવાની તો કેટલીક મુસ્લીમ સોસાયટીઓમાં ઈમાદત ખાનું બનાવવાની જ દરખાસ્ત હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.