2000 ટન અનાજ સંગ્રહ કરી શકાય તેવા ગોડાઉન બનાવવા માટેની યોજનાને મંજૂરી
વિશ્વની સૌથી મોટી અન્ન સંગ્રહ યોજનાને કેન્દ્ર સરકારની મંજૂરી
નવી દિલ્હી, કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ફાયદો થાય તે હેતુથી અન્ન સંગ્રહ યોજના શરૂ કરવામાં આવી છે. કેબિનેટની બેઠક બાદ મોદી સરકારે આ ર્નિણય લીધો છે. આ યોજના ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વિશ્વની સૌથી મોટી અન્ન સંગ્રહ યોજનાને મોદી સરકારે મંજૂરી આપી છે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ યોજના પર નિવેદન આપીને કહ્યું હતું કે આજની કેબિનેટ બેઠકમાં સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી ખાદ્ય સંગ્રહ યોજનાની મંજૂરી પર ર્નિણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૧૪૫૦ લાખ ટનની સંગ્રહ ક્ષમતા છે અને હવે સહકારી ક્ષેત્રમાં ૭૦૦ લાખ ટન સંગ્રહ ક્ષમતા શરૂ થશે.
આ યોજના પર લગભગ એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ યોજના હેઠળ દરેક બ્લોકમાં ૨૦૦૦ ટન અનાજ સંગ્રહ ગોડાઉન બનાવવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આજની બેઠકમાં સીઆઈટીઆઈઆઈએસ ૨.૦ લોન્ચ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
તેના ભાગો સીઆઈટીઆઈઆઈએસ ૧.૦ જેવા જ રહેશે. તેના માટે ૧૮૬૬ કરોડનો ખર્ચ કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આગામી પાંચ વર્ષમાં સહકારી ક્ષેત્રમાં સંગ્રહ ક્ષમતામાં ઝડપથી વધારો કરવામાં આવશે. આ પછી સંગ્રહ ક્ષમતા ૨,૧૫૦ લાખ ટન થશે. અનુરાગ ઠાકુરે તેને વિશ્વની સૌથી મોટી ફૂડ સ્ટોરેજ સ્કીમ ગણાવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારનું આ પગલું અનનો બગાડ અટકાવશે કારણ કે હાલમાં દેશમાં મોટા પ્રમાણમાં અનાજનો સંગ્રહ ક્ષમતાના અભાવે બગાડ થાય છે. આનાથી આયાત પરની ર્નિભરતા પણ ઘટશે અને ગ્રામીણ વિસ્તારોમાં અનાજ સંગ્રહ ક્ષમતાના વિકાસને કારણે ગ્રામીણ લોકો માટે રોજગારીની તકો પણ ઉભી થશે