ગુજરાત કોંગ્રેસમાં ૬ ધારાસભ્યોની ભાજપમાં સામેલ કરવાની યોજના
ગાંધીનગર, આ વર્ષના અંત સુધી વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસને પોતાની જ પાર્ટીના નેતાઓની નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના ઓછામાં ઓછા છ ધારાસભ્યોએ પાર્ટી છોડવાનો ર્નિણય કર્યો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના એક પૂર્વ અધ્યક્ષે જણાવ્યું હતું કે આ ધારાસભ્યોએ ચૂંટણી માટે ગંભીર નાણાકીય મદદ માંગી હતી. તેમણે કહ્યું કે ‘ કોંગ્રેસ હાલ તેમની માંગને પુરી કરવાની સ્થિતિમાં નથી અને હવે તે પાર્ટી છોડવા માટે તૈયાર છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ભાવેશ કટારા, ચિરાગ કલગરિયા, લલિત વસોયા, સંજય સોલંકી, મહેશ પટેલ અને હર્ષદ રીબડીયા પહેલાં જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને મળી ચૂક્યા છે અને તેમની જલદી જ ભાજપમાં જાેડાવવાની સંભાવના છે.
છમાંથી ચાર પાટીદાર હોવાના કારણે કોંગ્રેસમાંથી રાજીનામું ઘણી હદે પ્રભાવિત થશે. હાર્દિક પટેલના પૂર્વ નજીકના લલિતા વસોયા, પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવ્યા હતા અને કોંગ્રેસના સુઅથી આક્રમક ધારાસભ્યોમાંથી એક હતા અને સૌરાષ્ટ્રમાં જમીની સ્તર પર સમર્થન પ્રાપ્ત કરે છે.HS1MS