Western Times News

Gujarati News

યુએસના કેલિફોર્નિયાના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું વિમાન

વાશિગ્ટન, અમેરિકામાં એક પ્રાઇવેટ પ્લેન ક્રેશ થઈ ગયું, જેનાથી અનેક લોકોના મોત થઈ ગયા. કેલિફોર્નિયા સાન ડિએગો નજીક ગુરૂવારે (૨૨ મે) એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું,જેનાથી અંદાજિત ૧૫ ઘરો અને અનેક વાહનોમાં આગ લાગી ગઈ.

આ દુર્ઘટના અમેરિકન સેનાના સૌથી મોટા આવાસ વિસ્તારમાં બની છે.એક પ્રેસના રિપોર્ટ અનુસાર, સાન ડિએગો નજીક ધુમ્મસમાં એક નાનું વિમાન અચાનક ક્રેશ થયું અને આકાશમાંથી રહેણાંક વિસ્તારમાં ઘરો પર પડ્યું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, લગભગ ૧૦ ઘરોમાં આગ લાગી હતી, પરંતુ તે સમયે ઘરમાં કોઈ હાજર નહોતું. વિમાનમાં સવાર લગભગ બધા જ લોકો મૃત્યુ પામ્યા.

આ વિમાનમાં ૮ થી ૧૦ લોકો સવાર હોઈ શકે છે.પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને ઘરો ખાલી કરાવ્યા. ૧૦૦થી વધુ સ્થાનિક લોકોની નજીક શાળાએ લઈ ગયા.

દુર્ઘટનાગ્રસ્ત વિમાનની ઓળખ ચેસના ૫૫૦ના રૂપમાં થઈ છે, જે મોંટગોમરી-ગિબ્સ એક્ઝિક્યૂટિવ એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડની ટીમ કરશે. દુર્ઘટના બાદ વિસ્તારમાં જેટ ફ્યૂલ ચોતરફ ફેલાઈ ગયું. જે કારણે ફાયર બ્રિગેડ ટીમ આગ પર કાબૂ મેળવવામાં લાગી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.