કોલંબિયામાં પ્લેન ક્રેશ થઈને ઘરની છત પર પડ્યુ: ૮ લોકોના મોત
કોલંબિયા, કોલંબિયાના મેડેલિન શહેર પાસે સોમવારે એક નાનુ વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થઈ જતા તેમાં સવાર આઠ લોકોના મોત નીપજ્યા હતા. એરપોર્ટ ઑથોરિટીએ દૂર્ઘટનાની માહિતી આપીને વિમાનમાં સવાર ૮ લોકોના મોતની પુષ્ટિ કરી છે. આ પ્લેન સવારે ઓલાયા હેરેરા એરપોર્ટથી રવાના થયુ હતુ પરંતુ ઉડાન દરમિયાન તેનુ એન્જિન ફેલ થઈ ગયુ અને તે એક ઘરમાં પડી ગયુ.
કોલંબિયાના ઉડ્ડયન સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે ઓલાયા હેરેરા એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ વિમાન ક્રેશ થયુ હતુ. મૃતકોની ઓળખ છ મુસાફરો અને ચાલક દળના બે સભ્યો તરીકે થઈ છે. જાે કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યુ કે વિમાનમાં આઠથી વધુ લોકો હતા કે નહિ.
મેડેલિનના મેયર ડેનિયલ ક્વિંટેરોએ એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે ટેકઑફ દરમિયાન વિમાનનુ એન્જિન ફેલ થયાની જાણ થયા બાદ આ અકસ્માત થયો હતો.
કમનસીબે પાઇલટે પ્લેન પરનો કાબૂ ગુમાવ્યો અને તે રનવેની નજીક ક્રેશ થઈ ગયુ. તેમણે જણાવ્યુ હતુ કે આ દૂર્ઘટનામાં સાત મકાનો નષ્ટ થઈ ગયા અને ૬ મકાનોને નુકશાન થયુ હતુ. તમને જણાવી દઈએ કે એક મહિના પહેલા કોલંબિયામાં એક ભયાનક બસ અકસ્માત થયો હતો જેમાં ૨૦ લોકોના મોત થયા હતા. તેમજ અન્ય ૧૪ લોકો ઘાયલ થયા હતા. મુસાફરોથી ભરેલી બસ પલટી જતાં અકસ્માત સર્જાયો હતો.
૨૦૧૬માં પણ આવી જ એક દૂર્ઘટના બની હતી જ્યારે બ્રાઝિલની ચૅપોકોન્સ ફૂટબોલ ટીમનુ વિમાન બળતણ સમાપ્ત થઈ ગયુ હતુ અને પર્વતીય પ્રદેશના એક શહેર નજીક ક્રેશ થયુ હતુ. જેમાં ૭૧ લોકોના મોત થયા હતા. વિમાનમાં ૧૬ ખેલાડીઓ સહિત કુલ ૭૭ લોકો સવાર હતા.HS1MS