ગ્લોબલ સર્જન્સ સમિટ-૨૦૨૩નું આયોજન: રોબોટિક સર્જરી વિશે જાણકારી પૂરી પડાઈ

વાપી સર્જન્સ એસોસિએશન, અમાસી અને મેરિલ એન્ડો સર્જરી દ્વારા મેરિલ ખાતે ગ્લોબલ સર્જન્સ સમિટ-૨૦૨૩નું કરાયેલું આયોજન
(તસ્વીરઃ અશોક જાેષી) ઉમરગામ તાલુકાના ભીલાડ શ્રીજી હોસ્પિટલ ખાતે ગ્લોબલ સર્જન્સ સમિટ ૨૦૨૩નું દ્વિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું. આજે શુક્રવારે પ્રથમ દિવસે ભીલાડ શ્રીજી હોસ્પિટલમાં એડવાન્સ ટેકનોલોજીથી દર્દીઓના ઓપરેશનથી થતા ફાયદાઓ વિશે ઓપરેશન થિયેટરમાંથી લાઈવ પ્રેઝન્ટેશન દ્વારા ઉપસ્થિતોને અવગત કરાયા હતા.
ભીલાડ શ્રીજી હોસ્પિટલ ખાતે પ્રથમ તબક્કામાં સમિટનું ઉદઘાટન કર્યા બાદ વાપી ખાતે બીજા તબક્કામાં કાર્યક્રમ અંતર્ગત નિષ્ણાત સર્જન અને કાર્યક્રમના અધ્યક્ષ ડો. રાજેશ શ્રીવાસ્તવે એડવાન્સ ટેકનોલોજીના ફાયદાઓ અને રોબોટિક સર્જરી વિશે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી.કાર્યક્રમમાં ૪૫૦ થી વધુ જાણીતા સર્જનો હાજરી આપી હતી.
૩૫ દેશો માંથી કુલ ૧૭૦ સર્જનો અહીં ભાગ લઇ રહ્યા છે. જેમાં અદ્યતન સર્જિકલ વિષયો મુખ્યત્વે હર્નીયા, બેરિયાટ્રિક અને કોલો-રેક્ટલ સર્જરી. આધુનિક ઉપકરણો પર એક સર્વગ્રાહી કવરેજ પૂર્ણ ક૨વાનો લક્ષ્યાંક કે જે હાલમાં ૧૪ મિનિમલી ઇન્વેસિવ લાઇવ સર્જરીઓ દ્વારા સુરક્ષિત અને અસરકારક સર્જિકલ પ્રેક્ટિસને પ્રભાવિત કરી રહ્યાં છે અને સર્જિકલ નિષ્ણાતો દ્વારા હાથ ધરવામાં આવેલી રોબોટિક સર્જરીનું પ્રદર્શન, જીસેસે એ જાેવા માટેનું એક મંચ બન્યું હતું.
શ્રીજી હોસ્પિટલ, ભીલાડથી ડો. રાજેશ શ્રીવાસ્તવા ગાઇડેન્સ મેરિલ એકેડમી સુધી ૧૪ સર્જરીઓનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.સર્જનોને તાલીમ આપવાની એક મોટી તક પ્રાપ્ત થઈ રહી છે એમ કાર્યક્રમના અધ્યક્ષ ડોક્ટર રાજેશ શ્રીવાસ્તવ એ જણાવ્યું હતું.
૩૫ દેશોમાંથી કુલ ૧૭૦ સર્જનો અહીં ભાગ લેશે. જેમાં અદ્યતન સર્જિકલ વિષયો મુખ્યત્વે હર્નીયા, બેરિયાટ્રિક અને કોલો-રેક્ટલ સર્જરી. આધુનિક ઉપકરણો પર એક સર્વગ્રાહી કવરેજ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક કે જે હાલમાં ૧૪ મિનિમલી ઈન્વેસિવ લાઈવ સર્જરીઓ દ્વારા સુરક્ષિત અને અસરકારક સર્જિકલ પ્રેસને પ્રભાવિત કરી રહ્યાં છે
અને સર્જિકલ નિષ્ણાંતો દ્વારા હાથ ધરવામાં આવેલી રોબોટિક સર્જરીનું પ્રદર્શન, જીએસએસ એ જાેવા માટેનું એક મંચ હશે.શ્રીજી હોસ્પિટલ, ભીલાડથી ડૉ. રાજેશ શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ મેરિલ એકેડમી સુધી ૧૪ સર્જરીઓનું પ્રસારણ કરવામાં આવશે. તમામ સર્જનોને તાલીમ આપવાની આ એક મોટી તક હશે.