Western Times News

Gujarati News

પ્લાસ્ટિક અવરનેશ સ્વચ્છ ભારત અભિયાનની ઉજવણી કરાઈ

(પ્રતિનિધિ)ગોધરા. પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ સંચાલિત લો કોલેજ ખાતે નહેરુ યુવા કેન્દ્ર નાં સયુંકત ઉપક્રમે સ્વચ્છ ભારત ૨.૦ સિંગલ યુજ પ્લાસ્ટિક અવરનેસ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં નહેરુ યુવા કેન્દ્ર માંથી સંયોજક વ્રજ શાહ હર્ષ મહેતા આમાં ABVP ગોધરા નગર સહ મંત્રી પાર્થ ભાઈ પંડ્યા અને પાર્થભાઈ સોની (નગર સોશીયલ મીડીયા સહ સંયોજક ABVP) ઉપસ્થિત રહ્યા.

તથા લો કોલેજ ગોધરા નાં આચાર્ય ડૉ અપૂર્વ પાઠક હજજ યુનિટ નાં પ્રો ઓફિસર ડૉ સતીષ નાગર અધ્યાપક ડૉ અમિત મહેતા ડૉ કૃપા બેન જયસ્વાલ તથા ડૉ અર્ચના યાદવ અને હજજ યુનિટ નાં સ્વયં સેવકો જાેડાયા હતાં આ કાર્યકમ અંતર્ગત કોલેજ કેમ્પસ માં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું જેમાં સ્વચ્છ ભારત અભિયાન નો ધ્યેય સાર્થક કર્યો હતો સમગ્ર કાર્યક્રમ નું આયોજન હજજ યુનિટ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ની વધુ માહિતી આપતા લો કોલેજ ગોધરા નાં આચાર્ય ડૉ અપૂર્વ પાઠક જણાવ્યું હતુ કે પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત મિશન એ “સ્વચ્છ ભારત મિશન શહેરી ૨.૦નું લક્ષ્ય શહેરોને સંપૂર્ણ કચરામુક્ત કરવાનું છે.

મિશન અમૃતના આગામી તબક્કામાં દેશનું લક્ષ્ય ‘સ્યૂએજ અને સેપ્ટિક વ્યવસ્થાપનમાં સુધારો આપણા શહેરોને જળ-સલામત શહેરો બનાવવા અને આપણી નદીઓમાં ક્યાંય પણ સ્યૂએજ ડ્રેઇન ના હોય તે સુનિશ્ચિત કરવાનું’ રહેશે. સ્વચ્છ ભારત અભિયાન અને અમૃત મિશનની સફરમાં દેશનું એક મિશન છે, એક આદર છે, એક સન્માન છે,એક મહત્વાકાંક્ષા છે અને પોતાની માતૃભૂમિ પ્રત્યે અજાેડ પ્રેમ પણ છે.

બાબાસાહેબ આંબેડકર શહેરી વિકાસને અસમાનતા દૂર કરવાનું એક મોટું માધ્યમ માનતા હતા… સ્વચ્છ ભારત મિશન અને મિશન અમૃતનો આગામી તબક્કો બાબાસાહેબના સપનાંને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. સફાઇ એ દરેક વ્યક્તિ, દરેક દિવસ, દરેક પખવાડિયા, દરેક વર્ષ, પેઢી દર પેઢી માટે એક મોટું અભિયાન છે.

સફાઇ એક જીવનશૈલી છે, સફાઇ એ જીવનનો મંત્ર છે. ૨૦૧૪માં, માત્ર ૨૦ ટકા કરતાં ઓછા કચરાની પ્રક્રિયા કરવામાં આવતી હતી. આજે આપણે લગભગ ૭૦ ટકા દૈનિક કચરાની પ્રક્રિયા કરી રહ્યાં છીએ. હવે, આપણે તેને ૧૦૦% સુધી લઇ જવાનું છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.