Western Times News

Gujarati News

અત્યાર સુધીમાં 5.70 લાખ કિલોગ્રામ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરાયો ૨૨ મે-૨૦૨૫થી શરૂ કરાયેલા અભિયાન હેઠળ

Ø  *અભિયાનના ભાગરૂપે અત્યાર સુધીમાં ૬૬ હજારથી વધુ નાગરિકોએ ૧૩૦૦ થી વધુ કાર્યક્રમોમાં સહભાગી થયા*

Ø  *વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” થીમ સાથે તા. ૨૨ થી ૫ જૂન ૨૦૨૫ સુધી અભિયાન યોજાશે*

Ø  *અભિયાનને સફળ બનાવવા વન વિભાગ, GPCB, GEMI સહિત વિવિધ સંસ્થાઓ સહભાગી* 

Ahmedabad,  “વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ની ઉજવણી નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ તરફ ગુજરાતે મહત્વપૂર્ણ પહેલ કરી છે.   રાજ્યભરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં તેમજ વન-પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરા અને રાજ્યમંત્રી શ્રી મુકેશભાઇ પટેલના નેતૃત્વમાં તા. ૨૨ મે-૨૦૨૫થી શરૂ કરાયેલા અભિયાનમાં  હેઠળ અત્યાર સુધીમાં કુલ ૫.૭૦ લાખ  કિલોગ્રામથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારના પર્યાવરણવન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEF&CC) દ્વારા “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” થીમ સાથે વિશ્વ પર્યાવરણ દિવસ (WED) ૨૦૨૫ની ઉજવણી ગુજરાત સહિત દેશભરમાં તા. ૨૨મે થી ૫ જૂન ૨૦૨૫ સુધી કરવાનું નક્કી કરાયું છે જેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. આ બે અઠવાડિયાના રાષ્ટ્રવ્યાપી અભિયાન થકી પ્લાસ્ટિક પ્રદૂષણની અસર અંગે જનજાગૃતિ લાવવા અને સંતુલિત વિકલ્પોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

આ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૩૦૦ થી વધુ કાર્યક્રમો યોજવામાં આવ્યા છેજેમાં ૬૬,૧૫૦ થી વધુ પર્યાવરણ પ્રેમી સ્વયંસેવકો સિંગલ યુઝ પ્લાસ્ટિક એકત્રિકરણસ્વચ્છતા અભિયાનપ્લાસ્ટિક જપ્ત કરી અને દંડ લાદવોઉદ્યોગોમાં વૃક્ષારોપણપ્રતિજ્ઞા સમારોહ અને પ્લાસ્ટિક સંગ્રહરેલીઓનું આયોજનબજારોમાં ૭૦૦ થી વધુ કપાસની થેલીઓનું વિતરણવર્ગીકરણ પર સેમિનારઘન કચરા વ્યવસ્થાપન અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો વિષય પર સેમિનાર વગેરે જનજાગૃતિની પ્રવૃત્તિઓમાં સહભાગી થયા છે.

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ-GPCBના સંકલનમાં રહીને ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થાન-GEMI સહિત રાજ્યની તમામ નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનો તથા જિલ્લા પ્રાદેશિક કચેરીઓએ તેમના સ્તરે પ્લાસ્ટિક કચરા સંગ્રહ અભિયાનનુ આયોજન હાથ ધર્યુ છે. તમામ નગર પાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોએ પોતપોતાના સ્તરે પ્લાસ્ટિક કચરો સંગ્રહ અભિયાનમાં ભાગ લીધો છે જેના પરિણામે અત્યાર સુધીમાં સામૂહિક રીતે ૫.૭૦ લાખ કિલોથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં સફળતા મળી છે.

વન અને પર્યાવરણ વિભાગઆબોહવા પરિવર્તન વિભાગઉદ્યોગો અને ખાણ વિભાગગ્રામીણ ગૃહનિર્માણ અને ગ્રામીણ વિકાસ વિભાગશહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ સહિતના વિભાગો આ પહેલમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. અસરકારક સંકલન અને દેખરેખ સુનિશ્ચિત કરવા માટેભારત સરકારના પર્યાવરણવન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા મેરી લાઇફ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ પર અભિયાનના ભાગ રૂપે દેશભરમાં હાથ ધરવામાં આવતી તમામ પ્રવૃત્તિઓનુ રિપોર્ટિંગ કરવામાં આવશે.

*GEMI દ્વારા હાથ ધરાયેલી વિવિધ પ્રવૃત્તિઓ :*

*નદી સફાઈ ઝુંબેશ*

મહિસાગર નદીના ગલતેશ્વર પટ ખાતે તા.૨૨ થી ૨૩ મે દરમિયાન  ૫૫ સ્વયંસેવકોની ટીમે નદીના પટની સફાઈ ઝુંબેશ હાથ ધરી હતીજેમાં ૩૮૦ કિલો કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. આ ઝુંબેશમાં સરપંચતલાટી અને પ્રવાસન વિભાગનો સહયોગ મળ્યો હતો.

*નુક્કડ નાટક દ્વારા જાગૃતિ*

ગેમી દ્વારા તા.૨૩ થી ૨૬-મે-૨૦૨૫ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નુક્કડ નાટકોનું મોડાસાહિંમતનગરના કટવડવાઘેલાવાસ અને વિરપુર ગામોમાં તેમજ ભચાઉ તાલુકામાં ભચાઉ બસ સ્ટેન્ડવોંઢ ગામ અને સામખિયાળી ગામમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજિત ૭૦૦ નાગરિકો સહભાગી થયા હતા. આ નાટકો દ્વારા નાગરિકોને  પ્લાસ્ટિક-મુક્ત જીવનશૈલી અને કચરા વ્યવસ્થાપનના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

*પ્લાસ્ટિક કચરો એકત્રીકરણ ઝુંબેશ*

 ગાંધીનગરના વૈદહી-૩ સોસાયટી અને વાવોલ ખાતે ૧૨૦ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈને ૮૦ કિલો પ્લાસ્ટિક કચરો એકત્ર કર્યો હતો. ગેમી દ્વારા આ પર્યાવરણ પ્રેમી નાગરિકોને પ્રોત્સાહન રૂપે કુંડા સાથે છોડસેન્દ્રીય ખાતર તેમજ કાપડની થેલીઓ ભેટ આપવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.