સુરત રેલવે સ્ટેશનમાં ૪ ફેબ્રુ.એ પ્લેટફોર્મ નંબર ૪ બંધ રહેશે
સુરત, સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવાની કામગીરી તેજ ગતોએ ચાલી રહી છે. પૂર જાેશમાં ચાલી રહી રહેલી વિકાસની કામગીરીના કારણે મુસાફરોને કેટલીક સમસ્યાઓનો પણ સામનો કરવો પડશે.સુરતમાં હવે સ્ટેશનના એલિવેટેડ કોન્કોર્સને બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીને દરમિયાન પ્લેટફોર્મ નંબર ૪ બંધ રહેશે.
સુરત રેલ્વે સ્ટેશનના વિકાસનો હેતુ સ્થાનિક અર્થતંત્રને વધુ મજબૂત કરવાનો અને શહેરની પ્રવાસન ક્ષમતાને વેગ આપવાનો છે. મુસાફરોને વિશ્વકક્ષાની સુવિધાઓ પૂરી પાડવા માટે સ્ટેશનને વૈશ્વિક ધોરણો અનુસાર વિકસાવવામાં આવશે. સુરત ગુજરાતનું બીજું સૌથી મોટું શહેર છે. SS2SS