અમદાવાદ રેલવે સ્ટેશન પર ૬ નવેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટ બંધ કરાઈ
(એજન્સી)અમદાવાદ, દિવાળીના તહેવારને લઈ હાલ લોકોએ પોતાના વતન ભણી દોટ મૂકી છે. આ દરમિયાન મેટ્રોસિટી અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ઉપર ભારે ભીડના દ્રશ્યો સામે આવ્યા છે. વિગતો મુજબ અમદાવાદથી વારાણસી જવા માટે યાત્રીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.
આ તરફ હવે ૭૨ સીટના કોચમાં ૧૦૦થી વધુ લોકો દાખલ થયા હોય તેવી સ્થિતિ બની છે. મહત્વનું છે કે, દિવાળી અને છઠ પૂજાને લઈને ભારે ભીડ જોવા મળી રહી છે.અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર દિવાળી અને છઠ પૂજાને લઈને ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને અમદાવાદથી વારાણસી જવા માટે ધસારો જોવા મળી રહ્યો છે.
જેમાં ટ્રેનના ૭૨ સીટનો કોચમાં ૧૦૦થી વધુ લોકો ઘૂસવાની સાથે લોકો ઘેટા બકરાની જેમ વતનમાં જવા મજબુર બન્યા છે. મહત્વનું છે કે, સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટ રેલવે સ્ટેશન પણ ભીડ જોવા મળી રહી છે.દિવાળી વેકેશનમાં લોકોએ હવે વતન ભણી દોટ મૂકતાં બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે.
આ તરફ હવે મુસાફરોની ભારે ભીડને લઈ હવે રેલવે એ એક મોટો નિર્ણય લેતા ૬ નવેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટ બંધ કરી દીધી છે. જેને લઈ હવે માત્ર મુસાફરોને જ રેલવે સ્ટેશન પર પ્રવેશ મળશે. વિગતો મુજબ અમદાવાદના કાલુપુર, સાબરમતી અને અસારવા પ્લેટફોર્મ પર ટિકિટ બંધ કરવામાં આવી છે.મુસાફરો માટે રેલ્વેએ કરંટ ટિકિટ બુકિંગ નામની નવી સુવિધા શરૂ કરી છે અને તેની મદદથી તમે ટ્રેન ઉપડવાના થોડા સમય પહેલા કન્ફર્મ ટિકિટ મેળવી શકો છો.
ટ્રેનનો ચાર્ટ બન્યા બાદ એટલે કે આ કરંટ ટિકિટનું બુકિંગ ટ્રેન ઉપડવાના ચાર કલાક પહેલા શરૂ થઈ જાય છે અને ખાસ ધ્યાન રાખો કે ટ્રેનમાં બર્થ ખાલી હોય ત્યારે જ આ કરન્ટ ટિકિટ મળે છે અને તમે તેને ટ્રેન ઉપડવાના ૫-૧૦ મિનિટ પહેલા સુધી બુક કરાવી શકો છો.
રેલવેની કરંટ ટિકિટ લોકો ઓનલાઈન અને ઓફલાઈન બંને બુક કરી શકે છે, જો તમે આૅફલાઇન આ કરંટ ટિકિટ બુક કરવા માંગો છો તો તો તમારે ટિકિટ કાઉન્ટર પર જઈને રિઝર્વેશન ફોર્મ ભરવાનું રહેશે. જો તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવવા માંગો છો તો વેબસાઇટ અથવા એપમાંથી તમે એ બુક કરવી શકો છો.
તેના પર ક્લિક કરીને તમે ટિકિટ બુક કરવી શકો છો.ખાસ ધ્યાનમાં રાખજો કે રૂટની ડિમાન્ડ વધુ છે તેની સરખામણીમાં જે રૂટની ડિમાન્ડ ઓછી છે ત્યાં કરંટ ટિકિટ મળવાની શક્યતાઓ વધુ છે. સાથે જ આ કરંટ ટિકિટ ચાર્ટ બની ગયા બાદ લોકોને આપવામાં આવે છે. ટ્રેન ઉપડતા પહેલા ટ્રેનમાં સીટો બાકી હોય તો આ કરંટ ટિકિટ જેટલી ટિકિટની કિંમત છે તેમાં જ બુક કરાવી શકો છો.