મોબાઈલમાં ગેમ રમવાથી માનસીક પરીસ્થિતી અસમતોલ બને છે
શું તમારું બાળક સતત વીડિયો ગેમ રમે છે ?
વીડીયો ગેમ એડીકેશનના કારણે બાળકોના દિલો દીમાગ પર થતી વીપરીત અસર હવે એટલી ખતરનાક હવે પહોચી છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થાને વીડીયો ગેમ ડિસઓર્ડરની બીમારીને અન્ય બીમારીઓની જેમ જ એક બીમારી તરીકે જાહેર કરી છે.
ટેકનોલોજી સુવિધાઓ પણ લાવે છે. અને સંબંધીત સમસ્યાઓ પણ લાવે છે. એક જમાનામાં ટીવી પર ‘સ્ટાર ટ્રેક’ નામની કાલ્પનીકી વેજ્ઞાનીક સીરીયલ આવતી હતી. તેમાં વૈજ્ઞાનીકોનું એક જુથ ટેલીપોર્ટેશન દ્વારા એક ગ્રહ પરથી બીજા ગ્રહ પર ક્ષણવારમાં પહોચી જતું. ટેલીપોર્ટેશન એટલે આપણે ટેલીફોન પર વાત કરીએ છીએ. ત્યારે આપણે અવાજ વિધુત તરંગોમાં રૂપાંતરીત થઈ ક્ષણ ભરમાં સેકડો માઈલ દુર બીજી વ્યકિતને પહોચી જાય છે.
અને ફરી એ વિધુત તરંગો અવાજના રૂપાંતરીત થતા સામેની વ્યકિત આપણા અવાજ સાંભળી શકે છે તેને આપણે ટેલીફોન કહીએ છીએ વૈજ્ઞાનીકોએ એ શ્રેણીમાં એવી કલ્પના કરી હતી કે માનવીને એક ગ્રહ પરથી બીજા ગ્રહ પર મોકલવાના અંતરીક્ષયાની જરૂર નથી. માનવીને એક ટેલીબુથમાં ઉભા રાખી તે માનવીને વિધુત તરંગોમાં રૂપાંતર કરી તેણે ક્ષણવારમાં બીજા ગ્રહ પર મોકલી આપવો અને બીજા ગ્રહના ટેલીબુથમાં તે વિધુત ગ્રહ પર મોકલી આપવો અને બીજા ગ્રહના ટેલીબુથમાં તે વિધુત તરંગો ફરી માનવીના રૂપાંતરીત થઈ જાય. અને ટેલીપોટેશન કહે છે.
આ એક ફેન્ટાસ્ટિક કલ્પના છે. સ્ટાર ટ્રેકની આ સીરીયલમાં બીજી એક કલ્પના હતી કે તેનો નાયક હાથના કાંડા પર બાંધેલી ઘડીયાળ નજીક લાવી છે. જે બોલે છે. તે કરોડો માઈલ દુર રહેલી વ્યકિત સાંભળે છે. આ મોબાઈલ ફોનની કલ્પના હતી. સ્ટાર ટ્રેકની એ કલ્પના તે શ્રેણીના પ૦ વર્ષ બાદ સાચી પડે. આજે સમાજના છેવાડાના માનવી પાસે પણ મોબાઈલ છે.
આ મોબાઈલ સુવિધાની સાથે કેટલીક સમસ્યાઓ પર પણ લઈને આવ્યો છે. તમારા ઘરમાં નાનાં બાળકો હવે તો તમે જાયું હશે કે તેની પાસે ઘરનું અન્ય સભ્યો સાથે વાતચીત કરવાનો સમય નથી. ઈચ્છા પણ નથી. પુસ્તકોમાં રસ નથી. મેદાનમાં જઈ રમવાનો પણ રસ નથી. સ્કુલનું બાળક ટીવી સામે કે પોતાના જ મોબાઈલ પર વીડીયો ગેમ્સ રમવામાં વ્યસ્ત રહે છે.
મોબાઈલ ઝુટવી લેવામાં આવે તો ગુસ્સે થઈ જાય છે. તેની આંખો મોબાઈલમાં ચાલતી વીડીયો ગેમ્સની એક કારનો પીછો કરતી બીજી કારની સાથે સજજડ ચોટેલી હોય છે. જાણે કે તે પોતે કોઈનો પીછો કરી રહયો છે. આ પરીસ્થિતીને વીડીયો ગેમ એડીશન્સ કહે છે. એટલે કે વીડીયો ગેમની લત.
વીડીયો ગેમ એડીકેશનના કારણે બાળકોના દિલો દીમાગ પર થતી વીપરીત અસર હવે એટલી ખતરનાક હવે પહોચી છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થાને વીડીયો ગેમ ડિસઓડર ની બીમારીને અન્ય બીમારીઓની જેમ જ એક બીમારી તરીકે જાહેર કરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે કે સતત વીડીયો ગેમ રમવાથી બાળકની માનસીક પરીસ્થિતી અસમતોલ બને છે. અને ખાસ કરીને કિશોરોના માનસીક સ્વાસ્થ્યને તે ભારે નુકશાન પહોચાડે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ બીમારીને ગેમીગડીસઓર્ડર એવું નામ આપ્યું છે. જાકે કેટલાકે આ પ્રશ્ને ચર્ચા પણ ઉભી કરી છે. કારણ કે તેના લક્ષણો અને સારવાર સ્પષ્ટ થઈ નથી.
સતત વીડીયો ગેમ રમતા બાળકોના દિલો દિમાગને કબજા મોબાઈલ પર ચાલતી વીડીયો ગેમ લઈ લે છે. ઘણીવાર બાળકોને ભુખ લાગતી નથી. કેટલીકવાર બાળક ખાવાનું પણ ભુલી જાય છે. વીડીયો ગેમમાં એક નાયક હોય છે. અને તે દુશ્મનનો પીછો કરતો હોય તો બાળક પણ ગમે તે ભાગે દુશ્મન હારે તેવી લાગણી ધરાવે છે. એ કારણે બાળક પણ ખેચ, તનાવ અને હતાશા અનુભવે છે. સતત વીડીયો ગેમ ખેલનું બાળક ઘરમાં જ આક્રમક બની જાય છે. માતાપિતા સાથે ચીસો પાડી ઉઠી છે. તેનો સ્વભાવ જ બદલાઈ ગયેલો લાગે. આ પરીસ્થિતી તે ‘ગેમ ડિસઓર્ડર છે.’
આ સમસ્યા આખી દુનિયામાં છે સતત વીડીયો ગેમ ખેલતાં બાળકો કોઈપણ જાતની કસરત કર્યા વગર જ થાક અનુભવે છે. આંખોમાં દર્દ અનુભવે છે. ઘણાં બાળકો શુન્ય મનસ્ક જેવા મૌન બની જાય છે. વીડીયો ગેમમાં એક બીજાને હરાવવાની રમત હોય છે. એ પરીસ્થિતી જ બાળક માટે ટેન્શન પેદા કરી દે છે. કારણ કે બાળક હારને જાવા માગતો નથી. એની અસર તેની માનસીક સમતુલા પર પડે છે.
ગેમ ડિસઓર્ડર -આવો વીડીયો ગેમની લતમાં વિશ્વભરના દેશોનાં બાળકો સપડાયાં છે. કમ્પ્યુટર, ટીવીસ્કીન,પર કે મોબાઈલ ઘર વીડીયો ગેમ રમવી તો ખરાબ નથી. પરંતુ તેની આદત બની જવી તે નુકશાનકારક છે. વીડીયો ગેમના પ્રભાવના કારણે બાળક ઘરમાં જ હીસક બની જાય તો તે ચિંતાનો વિષય છે.
કેટલાક દેશોમાં વીડીયો ગેમની લતનો શિકાર બનેલાં બાળકો પૈકી કેટલાકનાં મૃત્યુ પણ નીપજયા
છે. કેટલાક દેશોમાં મોબાઈલ પર કે ટીવી સ્કીન પર હિસક વીડીયો ગેમ નીહાળ્યા બાદ કેટલાક કિશોરોને કોઈની હત્યા પણ કી દીધી હાલના કિસ્સા નોધાયા છે.
ચીનના જીન્જાઉ નામના શહેરમાં જીના નામનો એક યુવાન સતત ઓનલાઈન વીડીયો ગેમ રમતો હતો અને તનાવ અને હૃદયના ધબકારા વધી જતા વીડીયો ગેમ જાતાં જાતા જ હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યો હતો.
એજ વર્ષે ૩૦ વર્ષનો બીજા એક યુવાન સતત ત્રણ દિવસ વીડીયો ગેમ રમતો રહયો અને ગોન્ઝાઉમાં તે ગેમ રમતી વખતે જ મૃત્યુ પામ્યો. ચીનના તિઆજ નામના નગરમાં એક નાનકડો બાળક વીડીયો ગેમ રમતો હતો અને એ બાળકની વીડીયો ગેમનું કોઈ દૃશ્ય ન ગમતાં તેણે તત્ક્ષણ આપઘાત કરી લીધો હતો.
અમેરીકામાં શોનવુલી નામનો એક કિશોર એવરે કવેસ્ટા નામની કમ્પ્યુટર ગેમ રમતો હતો અને ગેમમાં તેના મનપસંદ પાત્રે બીજાને દગો કર્યો છે. તેવું દર્શાવતાં શોન વુલીએ આત્મહત્યા કરી લીધી હતી. ગેમ બનાવતી એક કંપની પર કેસ કરી દીધો હતો. કારણ કે તેનો પુત્ર તે કંપનીની બનાવેલી વીડીયો ગેમ છ દિવસ સુધી સતત આઠ કલાક રમતાં મૃત્યુ પામ્યો હતો.
એક નોઘપાત્ર ઘટના ચોકાવનારી છે.
મેકિસકોમાં રેબેકકા નામની એક મહીલાને તેના બાળકની હત્યા માટે રપ વર્ષની જેલની સજા થઈ. કારણ કે હતું કે રેબેસ્કોએ પોતે વીડીયો ગેમની લતમાં એટલી વ્યસ્ત રહેતી હતી. કે તે તેનો સાથે ત્રણ વર્ષની બાળકીને ખવડાવવાનું રોજ ભુલી જતો અને સતત ભુખના લીધે તેનું બાળક મોતને ભેટયું હતું. રેબેકકાએ પોતે વીડીયો ગેમની લતના કારણે ભુખ્યા રહેતા બાળક તરફ સતત ધ્યાન ન આપ્યું હોવાનું કબુલ્યું હતું. ફીલીપાઈન્સમાં ૧૭ વર્ષના એક કિશોરે તેની દાદીમાની હત્યા કરી નાંખી હતી. દાદીમાનો વાંક એ હતો કે તેમનો પૌત્ર સતત ડીફેન્સ ઓફ ધી એન્સીએન્ટ નામની વીડીયો ગેમ રમતો હતો અને તે અંગે તેની દાદીમાએ તેમને ઠપકો આપતાં કિશોરે દાદીમાને જ મારી નાંખી.