કોબ્રા બટાલિયનના જવાનોએ 60 નક્સલવાદીઓને ઘેર્યા: 20 ને ઠાર કર્યા
છત્તીસગઢ-ઓડિશા બોર્ડર પર ૨૦ નક્સલવાદી ઠાર -કમાન્ડર જયરામ ઠારઃ શસ્ત્રોનો મોટો જથ્થો જપ્તઃ સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ
આ એન્કાઉન્ટરમાં કોબ્રા બટાલિયનનો એક જવાન ઘાયલ થયો છે. ઘાયલોને એરલિફ્ટ કરીને રાયપુર લઈ જવામાં આવ્યો છે.
(એજન્સી)મૈનપુર, છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લામાં ૨૦ નક્સલવાદીઓના એન્કાઉન્ટરના સમાચાર છે. ૧૫ના મોતની પુષ્ટિ થઈ છે. ગરિયાબંદ જિલ્લામાં એન્કાઉન્ટરમાં જવાનોએ ૧૫ નક્સલીઓને ઠાર કર્યા છે. જેમાં ૧ કરોડ રૂપિયાના ઈનામવાળો જયરામ ઉર્ફે ચલપતિ પણ માર્યો ગયો છે. 20 Naxalites killed on Chhattisgarh-Odisha border
PLGA militants including Most Wanted PLGA area cmdr Jayaram Reddy & dpty cmdr Chalapati, were gunned down during an intel-based raid on a Maoist/Naxal camp in the Mainpur forests of Gariaband #Chhattisgarh. Huge cache of arms, ammo, explosives, etc, were recovered.
તમામ મૃતદેહ અને હથિયારો મળી આવ્યા છે. રવિવાર રાતથી મંગળવાર સવાર સુધી ગોળીબાર થઈ રહ્યો છે. કુલહાડી ઘાટ સ્થિત ભાલુ દિગ્ગી જંગલમાં ૧૦૦૦ જવાનોએ ૬૦ નક્સલવાદીઓને ઘેરી લીધા છે. મામલો મૈનપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. રવિવારે રાત્રે એન્કાઉન્ટર શરૂ થયું હતું. મંગળવારે સવારે નક્સલવાદીઓના મોતના મોટા સમાચાર આવ્યા. એન્કાઉન્ટર હજી પૂરું થયું નથી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેને જવાનોની મોટી સફળતા ગણાવી છે. શાહે કહ્યું કે દેશમાં નક્સલવાદ તેના છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે.
છત્તીસગઢ-ઓડિશા બોર્ડર પર ભાલુ દિગ્ગી જંગલમાં ૧૦૦૦ જવાનોએ લગભગ ૬૦ નક્સલવાદીઓને ઘેરી લીધા છે. ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. પહેલા ફોર્સનું સર્કલ ૧૫-૨૦ કિમી હતું, હવે નક્સલવાદીઓ ૩ કિમી સુધી સીમિત થઈ ગયા છે. તમામ ૬૦ નક્સલવાદીઓ માર્યા જાય તેવી શક્યતા છે.
આ એન્કાઉન્ટરમાં કોબ્રા બટાલિયનનો એક જવાન ઘાયલ થયો છે. ઘાયલોને એરલિફ્ટ કરીને રાયપુર લઈ જવામાં આવ્યો છે. આ પહેલા સોમવારે બે નક્સલીઓના મોતની માહિતી સામે આવી હતી. ગરિયાબંધ એસપી નિખિલ રખેચા, ઓડિશાના નુઆપાડા એસપી રાઘવેન્દ્ર ગુંડાલા, ઓડિશાના ડીઆઈજી નક્સલ ઓપરેશન અખિલેશ્વર સિંહ અને કોબરા કમાન્ડન્ટ ડીએસ કથૈત તેનું મોનટરિંગ કરી રહ્યા છે.
છત્તીસગઢ અને ઓડિશા દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૧૦ ટીમો એકસાથે નીકળી હતી. ઓડિશાની ૩ ટીમો, છત્તીસગઢ પોલીસની ૨ ટીમો અને સીઆરપીએફની ૫ ટીમો આ ઓપરેશનમાં સામેલ હતી. જવાનો વિસ્તારમાં સર્ચ ઓપરેશન પર હતા ત્યારે નક્સલવાદીઓએ તેમના પર હુમલો કર્યો.
એન્કાઉન્ટરની માહિતી મળતાંની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ મૈનપુર પહોંચી ગયા હતા.
સુરક્ષાના કારણોસર ભાતીગઢ સ્ટેડિયમને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં વધારાનાં સુરક્ષા દળો તહેનાત કરવામાં આવ્યાં હતાં. તેમજ, ૩ ૈંઈડ્ઢ પણ મળી આવ્યા હતા. એન્કાઉન્ટર દરમિયાન બસ્તરમાં ડ્રોનનો ઉપયોગ કરી શકાયો નથી કારણ કે જંગલો એટલા ગાઢ છે કે કંઈપણ જોવું શક્ય નથી. ડ્રોન કેમેરાથી જોઈને નક્સલવાદીઓને મારવાનો આ પહેલો પ્રયોગ છે.
જયરામ રેડ્ડી ઉર્ફે રામચંદ્ર રેડ્ડી ઉર્ફે અપ્પારાવ ઉર્ફે રામુ આંધ્રપ્રદેશના ચિત્તૂરના માટેમપલ્લીનો રહેવાસી હતો. તેની ઉંમર લગભગ ૬૦ વર્ષની હતી. તેણે ૧૦મા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. તે સેન્ટ્રલ કમિટી મેમ્બર કેડરનો હતો.
ચલપતિ બસ્તરના અબુઝહમદ વિસ્તારમાં પણ એક્ટિવ હતો. તે છદ્ભ-૪૭, જીન્ઇ જેવી રાઈફલો રાખતો હતો. તેની સુરક્ષા માટે ૮ થી ૧૦ જેટલા ગાર્ડ હતા. સૂત્રોનું માનીએ તો અબુઝહમદમાં સતત એન્કાઉન્ટર પછી, તે થોડા મહિના પહેલા તેનું સ્થાન બદલીને ગારિયાબંદ-ઓડિસા સરહદ પર ગયો. તે નક્સલ સંગઠનમાં ફ્રન્ટલાઈન લીડર હતો.
૧૬ જાન્યુઆરીએ છત્તીસગઢ-તેલંગાણા બોર્ડર પર એન્કાઉન્ટર થયું હતું. જેમાં ૧૮ નક્સલવાદીઓ માર્યા ગયા હતા.