PLI સ્કીમથી ૯૧ હજારથી વધારે લોકોને મળશે રોજગારી

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે પેસિવ અથવા નોન-સેમિકન્ડક્ટર ઈલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સ માટે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ શરૂ કરવાની શુક્રવારે મંજૂરી આપી છે. આ મંજૂરી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આપવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે કેબિનેટની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની માહિતી આપી છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, નોન-સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સ સેક્ટર માટે લાવવામાં આવેલી આ પ્રોત્સાહક યોજનાથી લગભગ ૫૯,૩૫૦ કરોડ રૂપિયાનું રોકાણ લાવશે.
પૈસિવ ઈલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સના મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે લાવવામાં આવેલી આ પહેલી યોજના છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, આ યોજનાથી ૯૧,૬૦૦ લોકોને સીધી રોજગારી મળશે.
સાથે જ લગભગ ૫૯,૩૫૦ કરોડ રૂપિયાનું રોકાણ પણ લાવશે. આ યોજના માટે ૨૨,૯૧૯ કરોડ રૂપિયાનું કુલ પેકેજ ૬ વર્ષ માટે હશે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, આ સેગમેન્ટ ટેલિકોમ, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ, મેડિકલ ડિવાઈસ, પાવર સેક્ટર વગેરે સહિતના ઘણા ક્ષેત્રોની જરૂરિયાતો પૂરી કરશે. આ યોજનાથી ૪.૫૬ લાખ કરોડ રૂપિયાની આવક થવાની અપેક્ષા છે.
સરકાર વિવિધ ક્ષેત્રો (સેક્ટર્સ)માં લોકલ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે ઁન્ૈં યોજના ચલાવી રહી છે. હવે આમાં નોન-સેમિકન્ડક્ટર ઈલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સ સેક્ટરને પણ સ્થાન મળ્યું છે.
ઈલેક્ટ્રોનિક કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓની સંસ્થા અલ્સિના (ઈલેક્ટ્રોનિક ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન ઓફ ઈન્ડિયા) અનુસાર, ભારતમાં નોન-સેમિકન્ડક્ટર કમ્પોનન્ટનું ઉત્પાદન ૨૦૨૨માં આશરે ૧૩ અરબ અમેરિકી ડોલર હતું. જે ૨૦૨૬ સુધી તેના લગભગ ૨૦.૭ અરબ ડોલર અને ૨૦૩૦ સુધી લગભગ ૩૭ અરબ ડોલર સુધી પહોંચે તેવી અપેક્ષા છે.