Western Times News

Gujarati News

ચીનમાં ઊઈઘર મુસ્લિમોની દુર્દશા

ર૦૧૭થી આજ સુધીમાં ચીને બે લાખ ઊઈઘર મુસ્લિમોની કત્લેઆમ કરી છે. સેંકડો મુસ્લિમ યુવતીઓને સ્થાનિક શ્છાન કે થાન ચીની યુવાનો સાથે જબરદસ્તીથી લગ્ન કરવાની ફરજ પાડવામાં આવી

ર૦રરનું વર્ષ પૂરું થવા આવ્યું છે ત્યારે ફરી એકવાર ચીને દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચ્યુ છે. એક તરફ ચીનમાં ફરી કોરોનાએ જાેરદાર કમબેક કર્યું છે અને લાખો લોકોને ઘરમાં બેસી રહેવાની ફરજ પાડવામાં આવી છે. કામધંધા ઠપ થઈ ગયા છે. કાતિલ ઠંડીવાળો શિયાળો શૃર થઈ ચુકયો છે એવા સમયે સમગ્ર વિશ્વને આઘાતનો અનુભવ કરાવે એવી વિગતો છાને ખૂણે બહાર આવવા માંડી છે.

સૌથી વધુ આઘાતજનક સામાચાર ચીનમાં વસતા લગભગ બે કરોડો ઉઈઘર મુસ્લિમોને લગતા છે. એક અહેવાલ મુજબ ર૦૧૭થી આજ સુધીમાં ચીને બે લાખ ઉઈઘર મુસ્લિમોની કત્લેઆમ કરી છે. સેંકડો મુસ્લિમ યુવતીઓને સ્થાનિક શ્છાન કે થાન ચીની યુવાનો સાથે જબરદસ્તીથી લગ્ન કરવાની ફરજ પાડવામાં આવી. સેંકડો યુવતીઓ પર ચીની લશ્કરી યુવાનોએ સામુહિક બળાત્કાર કર્યાં.

આવી રહેલા અહેવાલો મુજબ ૧૯૬૦ના દાયકામાં પાકિસ્તાનમાં જનરલ યાહ્યા ખાનના સૈનિકોએ બંગાળી યુવતીઓ પર કરેલા અત્યાચારોને સારા કહેવડાવે એવા અત્યાચાર ચીન હાલ ઉઈઘર મુસ્લિમો પર ગુજારી રહ્યું છે. જર્મનીમાં હિટલરે યહુદી ત્રાસ શિબિરો ઉભી કરીને ગુજારેલા અત્યાચાોર કરતાં પણ વધુ પાશવી અત્યાચારો અત્યારે ચીન આ લઘુમતી પ્રજા પર આચરી રહ્યું છે. આવા શિબિરોમાં ગમે ત્યારે રહસ્યમય રીતે આગ લાગે છે અને સેંકડો મુસ્લિમ પરિવારો જીવતા ભૂંજાઈ જાય છે.

વિવિધ મુસ્લિમ ફિરકાઓની બનેલી વૈશ્વિક એનજીઓને એક કરતાં વધુ વખત ચીનને ઉઈઘર મુસ્લિમોની સ્થિતિ વિશે નકકર હકીકતો જાહેર કરવાની વિનંતી કરી છે પરંતુ ચીન આવી વિનંતીઓને ઘોળીને પી ગયું છે. વિશ્વ ઉઈઘર કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને જગપ્રસિદ્ધ સામાજિક કાર્યકર રાબિયા કાદિરે એક કરતાં વધુ વખત ચીનની સરકારને પત્ર લખીને ઉઈઘર મુસ્લિમોની વાસ્તવિક પરિસ્થિતિ વિશે વિગતો જાહેર કરવાની અપીલ કરી હતી. પરંતુ ચીને આવા પત્રોની હોળી કરી નાખી હતી. પત્ર મળ્યો હોવાનું પણ સ્વીકાર્યું નહોતું.

વિશ્વ ઉઈઘર કોંગ્રસે યુનો સહિત યુરોપ અમેરિકાના દેશોને પણ ચીનમાંના ઉઈઘર મુસ્લિમોની વહારે આવવાની જાહેર અપીલ કરી હતી. પરંતુ યુક્રેન રશિયા યુદ્ધના મુદ્દે રશિયાએ જેવું અક્કડ વલણ અપનાવ્યું છે એવું જ અક્કડ વલણ ચીને ઉઈઘર મુસ્લિમોના મુદ્દે અપનાવ્યું છે. પાકિસ્તાનની સરકાર ચીનમાં વસતા ઉઈઘર મુસ્લિમો પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે પરંતુ ચીને સીધી યા આડકતરી રીતે પાકિસ્તાનને અબજાે રૂપિયાની મદદ કરી હોવાથી પાકિસ્તાન ખુલ્લેઆમ ઉઈઘર મુસ્લિમો વિશે ચું કે ચા કરી શકવાની સ્થિતિમાં રહ્યું નથી. ઉલટું પાકિસ્તાન હજુ ચીન પાસે આર્થિક મદદ માટે કાકલુદી કરી રહ્યું છે. એ જાેતાં ર૦ર૩માં ઉઈઘર મુસ્લિમોની સ્થિતિ વધુ કફોડી થાય તો નવાઈ નહી.

તાજેતરમાં ઉઈઘર મુસ્લિમોની એક નિરાશ્ચિત છાવણીમાં લાગેલી આગમાં સંકડો લોકો જીવતા રાખ બની ગયા હતા. પરંતુ ચીનના વહીવટી તંત્રના પેટનું પાણી પણ હાલ્યું નહોતું. આ વર્ષના જુલાઈમાં ઉઈઘર મુસ્લિમો અને સ્થાનિકો વચ્ચે અથડામણ થઈ ત્યારે ચીની લશ્કરે આંખના પલકારામાં એ દંગલને દબાવી દીધું હતું પરંતુ નિરાશ્રિતોની છાવણીમાં લાગેલી આગ બુઝાવતા ચીની ફાયર બ્રિગેડને કલાકો લાગ્યા હતા.

વિદેશી મીડિયા સમક્ષ એવું બહાનું આગળ કરાયું હતું કે આ ઉઈઘર મુસ્લિમો સ્થાનિક મેન્ડેરીન ભાષા જાણતા નથી એટલે પોલીસે અને ફાયર બ્રિગેડે આપેલી સૂચના સમજી શકયા નહી અને ચીસો પાડતાં બળી મૂવા. ટ્‌વીટર પર વહેતા થયેલા સમાચારો મુજબ કેટલાય કુટુંબો આ રીતે આગમાં રાખ થઈ ગયા હતાં કમરુન્નિસા નામની એક મહિલા એના ત્રણ બાળકો સાથે બળી ગઈ. એના પતિ અને પુત્ર ચીની જેલમાં ખોટા આરોપ હેઠળ સજા ભોગવી રહ્યા છે. એ લોકોને આ દુર્ઘટનાની જાણ સુદ્ધાં નથી. આવી તો કેટલીય કમરુન્નિસા ક્ષીન્ઝિયાંગ પ્રાંતમાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.