કિમ જોંગ ઉનની હત્યાનું કાવતરું! પાડોશી સેના કરી રહી છે પ્રેક્ટિસ
નવી દિલ્હી, સનકી સરમુખત્યારથી માત્ર પરિવારના સભ્યો જ નહીં પરંતુ પડોશી દેશો પણ પરેશાન છે. જ્યારે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનની વાત આવે છે, તો વધુ શું કહેવાની જરૂર છે.
કિમ દરરોજ પડોશી દેશો પર પરમાણુ હુમલાની ધમકી આપતા રહે છે. વિનાશક શસ્ત્રો લોન્ચ કરતા રહે છે. પરંતુ હવે તેની ‘હત્યા’ની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
પાડોશી દેશની સેના ‘માથા કાપવાની પ્રેક્ટિસ’ કરી રહી છે. આ સનસનીખેજ ખુલાસો બીજા કોઈએ નહીં પરંતુ ઉત્તર કોરિયાના પાડોશી દેશ દક્ષિણ કોરિયાના એક વરિષ્ઠ નેતાએ કર્યો છે. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, દક્ષિણ કોરિયાના સંરક્ષણ પ્રધાન શિન વોન-સિકને એક ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે જણાવ્યું હતું કે, ઉત્તર કોરિયાનો મુકાબલો કરવા માટે સરમુખત્યારની હત્યા એ એક વિકલ્પ છે. હા, અમે આ વિકલ્પ પર કામ કરી રહ્યા છીએ.
અમારી સેના આ માટે ડ્રિલિંગ કરી રહી છે. જો કે, માથું કાપવાની ખુલ્લેઆમ ચર્ચા કરવી મુશ્કેલ છે. પરંતુ હર્મિટ કિંગડમના સર્વોચ્ચ નેતાને હાંકી કાઢવા માટે અમારી પાસે આ વિકલ્પ છે. ઓછામાં ઓછા ૬ વર્ષથી આની ચર્ચા થઈ રહી છે. કિમ જોંગ ઉને વર્ષ ૨૦૨૪ના તેમના પ્લાનના નિવેદન બાદ દક્ષિણ કોરિયાના રક્ષા મંત્રીનું નિવેદન સામે આવ્યું છે.
કિમ જોંગ ઉને કહ્યુ હતુ કે, ૨૦૨૪માં અમે ૩ જાસૂસી ઉપગ્રહ લોન્ચ કરવાના છીએ. અમે પરમાણુ હથિયારોમાં વધારો કરીશું. નવા જાસૂસી ઉપગ્રહ લોન્ચ કરીશું. કારણ કે અમને ડર છે કે, ગમે ત્યારે દુશ્મન અમારા દેશ પર હુમલો કરી શકે છે. આ નિવેદન મામલે પત્રકાર શિન વોન-સિકની પ્રતિક્રિયા લઈ રહ્યા હતા.
તેમણે કહ્યુ હતુ કે, આ પ્રશિક્ષણ હવાઈ યુદ્ધાભ્યાસ, પ્રમુખ સુવિધાઓ પર દરોડા અને ઇન્ડોર મોપ-અપ માટે છે. દક્ષિણ કોરિયાના રક્ષા મંત્રીએ કહ્યું કે, આ અભ્યાસમાં અમેરિકન આર્મી પણ અમને સપોર્ટ કરી રહી છે.
યુએસ આર્મીના સ્પેશિયલ ફોર્સ અને અમારી સેનાએ પણ ડિસેમ્બરમાં આવી જ કવાયત હાથ ધરી હતી. નોંધનીય છે કે, ઉત્તર કોરિયાએ માર્ચ ૨૦૨૩માં પહેલીવાર દુનિયાને પરમાણુ હથિયાર બતાવ્યા હતા. નિષ્ણાતોનું કહેવું છે કે, તે શસ્ત્રો ભલે નાના હોય પણ તે વિનાશક સાબિત થઈ શકે છે. અમેરિકા અને દક્ષિણ કોરિયામાં પણ ભારે વિનાશ સર્જી શકે છે.SS1MS