PMના નિવાસસ્થાન અને કાફલા માટે એન્ટી ડ્રોન સિક્યોરિટી
નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન અને કાફલાની ફૂલપ્રૂફ સિક્યોરિટીના એક ભાગ રૂપે એન્ટી ડ્રોન સિસ્ટમ કામે લગાડવામાં આવશે. આ સિસ્ટમને કીલર ડ્રોન નામ અપાયું હતું.
આ સાધન સંપૂર્ણપણે સ્વદેશી સામગ્રી દ્વારા તૈયાર કરાયું હતું એમ જાણકાર સૂત્રોએ કહ્યું હતું. નરેન્દ્ર મોદી લાંબા સમયથી આતંકવાદી જૂથોના નિશાન હેઠળ હતા અને ગુપ્તચર ખાતું સતત એ અંગેના સંદેશા આંતરી રહ્યું હતું.
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (ડીઆરડીઓ)એ આ કીલર ડ્રોન બનાવવાની જવાબદારી ભારત ઇલેક્ટ્રોનિક્સને સોંપી હતી. આ કીલર ડ્રોન વડા પ્રધાનના નિવાસસ્થાને તેમજ તેમના કાફલા પર સતત સાથે રહેશે. એટલે ડ્રોન દ્વારા પણ કોઇ હુમલો થઇ નહીં શકે.
હાલ પાકિસ્તાની આતંકવાદી સંસ્થાઓ ચીનના કમર્શિયલ ડ્રોન દ્વારા ભારતમાં શસ્ત્રો ઘુસાડી રહ્યાં હતા. એક કરતાં વધુ વખત આ રીતે ડ્રોન દ્વારા ફેંકવામાં આવેલાં શસ્ત્રો ભારતીય સિક્યોરિટી દળોએ કબજે કર્યાં હતાં.