Western Times News

Gujarati News

PMને ગળે મળીને રડી પડ્યા ઈસરો ચીફ

ચંદ્રયાન-2 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરે તેની અમુક સેકન્ડ પહેલાં જ યાનનો ઈસરો સાથેનો સંપર્ક ટૂટી ગયો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદી પણ ઈસરો કાર્યાલયમાં હાજર હતા. ત્યારપછી સવારે ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈજ્ઞાનિકોની હિંમત વધારવા માટે બેંગલુરુમાં આવેલા ઈસરો મુખ્યાલય પહોંચ્યા હતા.

વૈજ્ઞાનિકોને સંબોધિત કર્યા પછી જ્યારે વડાપ્રધાન મોદી ઈસરો મુખ્યાલયથી નીકળ્યા ત્યારે ઈસરો ચીફ કે.સિવન પીએમ મોદીને ગળે લાગીને રોવા લાગ્યા હતા. પીએમ મોદીએ પણ તેમને એક નાના બાળકની જેમ ગળે લગાવીને તેમની પઠ થપથપાવીને સિવનની હિંમત વધારી હતી.

ભારતના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન શુક્રવાર મોડી રાત્રે ચાંદની નજીક 2 કિલોમીટરના અંતર પ આવીને ખોવાઇ ગયું. ચાંદની સપાટીની તરફ આગળ વધી રહેલા લેન્ડર વિક્રમને ચાંદની સપાટીથી 2.1 કિલોમીટર પહેલાં સંપર્ક તૂટી ગયો. આની ઠીક પહેલાં બધુ બરાબર હતું, પરંતુ આ અનહોની સાથે ઇસરોના કંટ્રોલ રૂમમાં અચાનક સન્નાટો છવાઇ ગયો.

ટીવી પર ટીકટીક જોઇને બેઠેલો આખો દેશ માયૂસીમાં ડૂબી ગયો. આ બધું જ ચંદ્રયાન પર લેન્ડર વિક્રમના સોફ્ટ લેન્ડિંગના સૌથી મુશ્કેલ 15 મિનિટ દરમ્યાન થયું. હજુ પણ વિક્રમ અને પ્રજ્ઞાન સાથે સંપર્કની આશા બાકી છે. પરંતુ આ કોઇ ચમત્કાર જેવું જ હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.