PM કેયર્સ ફંડ આરટીઆઇ અંતર્ગત આવતું નથી, આ કોઈ સરકારી સંપતિ નથી: કેન્દ્ર

નવીદિલ્હી, કોરોના જેવી મહામારી અથવા ઈમરજન્સી સ્થિતીમાં લોકોની મદદ માટે બનાવામાં આવેલા પીએમ કેયર્સ ફંડ ભારત સરકારનો ભાગ પણ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જાેડાયેલુ છે. આ રાહત કોષમાં આવતી રમક ભારત સરકારની સંચિત નિધિમાં નથી આવતી.
હકીકતમાં આ ફંડને લઈને દિલ્હી હાઈકોર્ટમાં વકીલ સમ્યક ગંગવાલે એક આરટીઆઈ દાખલ કરી હતી. જેમાં માગ કરવામાં આવી હતી કે, પીએમ કેયર્સ ફંડને રાજ્યોને આપવામાં આવે અને પારદર્શિતા બનાવવા રાખવા માટે આરટીઆઈ અંતર્ગત લાવવામાં આવે.
આ અરજી પર કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી કાર્યાલયે દિલ્હી હાઈકોર્ટમાં જાણકારી આપી છે કે, પીએમ કેયર્સ ફંડને ન તો માહિતી અધિકારના દાયરામાં પબ્લિક અથોરિટી તરીકે લાવી શકાય છે, અને ન તો તેને રાજ્યો તરીકે સૂચીબદ્ધ કરી શકાય છે.
પીએમઓમાં અધિક સચિવ પ્રદીપ શ્રીવાસ્તવે કોષને લઈને કોર્ટમાં જાણકારી આપી છે કે, ટ્રસ્ટ એકદમ પારદર્શિતા સાથે કામ કરી રહ્યુ છે. આ ફંડનું ઓડિટ એક ઓડિટર દ્વારા કરવામાં આવે છે. કોષમાં પારદર્શિતા બનાવી રાખવા માટે આ ટ્રસ્ટને મળેલા ધન અને તેનું આખુ વિવરણ સત્તાવાર વેબસાઈટ પર અપલોડ કરવામાં આવે છે.
તેમણે અરજીના જવાબમાં જણાવ્યુ છે કે, ટ્રસ્ટને જે પણ દાન મળે છે તે ઓનલાઈન, ચેક અથવા તો ડિમાંડ ડ્રાફ્ટ દ્વારા મળે છે. ટ્ર્સ્ટ આ ફંડમાંથી જે ખર્ચા કરે છે, તે વેબસાઈટ પર અપલોડ કરે છે.સમ્યક ગંગવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવાયુ છે કે, પ્રધાનમંત્રી દ્વારા માર્ચ ૨૦૨૦માં કોવિડ મહામારીને ધ્યાને રાખીને દેશના નાગરિકો પાસેથી છૂટા હાથે દાન કરવા માટે પીએમ કેયર્સ ફંડ બનાવ્યું હતું.
તેમાં મોટી સંખ્યામાં દાન આવ્યુ પણ છે. આ અરજીમાં કહેવાયું છે કે, ટ્રસ્ટને લઈને ડિસેમ્બર ૨૦૨૦માં પીએમ કેયર્સ ફંડની વેબસાઈટ પર જાણકારી આપવામાં આવી હતી કે, આ સંવિધાન અથવા સંસદ દ્વારા બનાવામાં આવેલા કોઈ કાયદાને અંતર્ગત આવતું નથી. આ અરજીમાં એવું પણ કહેવામાં આવ્યુ છે કે, પીએમ કેયર્સ ફંડની પોતાની વેબસાઈટના ડોમેનમાં ર્ખ્તદૃનો ઉપયોગ કરતા રોકવા જાેઈએ.HS