PM ફંડના વેન્ટિલેટર્સ અને પીએમમાં ઘણી સમાનતા છે : રાહુલ
નવીદિલ્હી: દેશમાં ચાલી રહેલ કોરોનાની બીજી લહેરમાં કોંગ્રેસ અને અન્ય વિપક્ષ સતત કેન્દ્ર સરકાર અને મોદી પર પ્રહાર કરી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ટિ્વટ કરી ફરી એકવાર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે પીએમફંડ અને પીએમ મોદી બંને જુઠ્ઠા છે અને બંને કામ કરવામાં ફેઇલ થયા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમફંડના વેન્ટિલેટર્સ અને પીએમમાં ઘણી સમાનતા છે. બંનેનો હદથી વધુ ખોટો પ્રચાર, બંને કામ નથી કરી રહ્યા અને બંનેને શોધવા મુશ્કેલ છે.
કોરોના વેક્સીનના લેઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરૂદ્ધ દિલ્હીમાં લાગેલા પોસ્ટરના મામલે અત્યાર સુધી કુલ ૨૧ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત દિલ્હી પોલીસે અત્યાર સુધી ૧૭ લોકોની ધરપકડ કરી છે. જાેકે તેમાં અમુક લોકોને જામિન મળી ગઈ છે. પરંતુ આ વચ્ચે કોંગ્રેસે પીએમ મોદીને આડે હાથ લીતા ટ્વીટ કર્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ તેજ પોસ્ટર શેર કર્યું છે. જેને લઈને વિવાદ થઈ રહ્યો છે.
કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોસ્ટર શેર કરતા લખ્યું કે, મારી પણ ધરપકડ કરો. ત્યાં જ પ્રિયંકા ગાંધીએ ટ્વીટર પર પોતાના પ્રોફાઈલ ફોટોને જ વિવાદિત પોસ્ટરમાં બદલી નાખ્યું છે. જણાવી દઈએ કે પોલીસે આ મામલે અત્યાર સુધી જે એફઆઈઆર દાખલ કરી છે તે પબ્લિક પ્રોપર્ટીને નુકશાન પહોંચાડવા અને કલમ ૧૮૮ હેઠળ દાખલ કરવામાં આવી છે.