Western Times News

Gujarati News

PM મોદીએ કેવડિયામાં ઇકો ટુરીઝમ સાઇટ અને જંગલ સફારીનું નિરીક્ષણ કર્યું


કેવડિયાઃ
 વડાપ્રધાન મોદી આજે સવારે ગાંધીનગરથી નીકળીને કેવડિયા ખાતે પહોંચ્યા છે. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાંથી મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા માટે નીકળ્યા હતા. જેમાં મોદીએ ઇકો ટુરીઝમ સાઇટ, રિવર રાફ્ટીંગ, જંગલ સફારી, બટરફ્લાય ગાર્ડન, એકતા નર્સરી અને વિશ્વવનની સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી. ત્યારબાદ મોદી કેવડિયા ખાતે 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચેલા નર્મદાના નીરના વધામણા કરીને નર્મદા મૈયાની મહાઆરતી કરશે

મોદીના આગમનને લઇને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો પીએમ મોદીના કેવડિયામાં આગમનને પગલે એસપીજી અને સ્થાનિક પોલીસ દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને ડોગ સ્કવોર્ડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્રારા રાઉન્ડ ધી કલોક ચેકિંગ હાથ ધરાયુ છે.

મોદી કેવડિયામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પ્રથમવાર પૂર્ણ કક્ષાએ 138.68 મીટરની ઐતિહાસિક સપાટી સુધી ભરાયો છે, આજે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના 69માં જન્મદિવસે નર્મદાના નીરના વધામણા કરીને નર્મદા નદીની મહાઆરતી કરશે. નર્મદા ડેમ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે તેમજ જાહેરસભાને પણ સંબોધશે. એક કલાક માટે રાજભવન ખાતે રોકાણ કરશે અને ત્યારબાદ દિલ્હી જવા રવાના થશે.

પીએમ મોદી કેવડિયાનો કાર્યક્રમ:  સવારે 8થી 9.30 વાગ્યે વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ,  -સવારે 9.30થી 10.00 વાગ્યે નર્મદા પૂજન કરશે, -સવારે 10થી 11.00 વાગ્યે દત્ત મંદિર,ચિલ્ડ્રન,ન્યુટ્રિશન પાર્કની મુલાકાત, સવારે 11થી 12.00 વાગ્યે જાહેરસભા સંબોધશે,  બપોરે 1.15થી 2.30 વાગ્યે રાજભવનમાં રોકાણ,  બપોરે 2.30 વાગ્યે દિલ્હી જવા રવાના થશે

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.